અનંત પટેલ પરના હુમલા મુદ્દે દિગ્ગજ નેતાઓ આકરા પગલાં ભરે એવા એંધાણ! પોલીસ સાથે કરશે ખાસ મુલાકાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર નવસારીના ખેરગામમાં હુમલો કરાયો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. હુમલામાં અનંત પટેલના માથામાં ઈજા પહોંચી હતી. આ ઘટનાક્રમ પછી રાજકારણ ગરમાઈ ગયું છે. ત્યારે પ્રદેશના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા અનંત પટેલની ખબર અંતર પૂછવા તેમના ઘરે જશે. ત્યારપછી આ મુદ્દે નિવેદન આપી શકે એવી માહિતી મળી રહી છે.

દિગ્ગજ નેતાઓ અનંત પટેલ સાથે કરશે મુલાકાત
અનંત પટેલ પર જેવી રીતે હુમલો કરાયો છે એને જોતા કોંગ્રેસ પાર્ટી પણ ઘણી નારાજ છે. તથા પાર્ટી દ્વારા સીધું નિશાન ભાજપ પર લગાડવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ઘટનામાં ઈજાગ્રસ્ત અનંત પટેલના ખબર અંતર પૂછવા માટે અમિત ચાવડા અને સુખરામ રાઠવા તેમના ઘરે જશે.

તેમના ઘરે મુલાકાત કર્યા પછી ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી પણ મેળવશે. આ દરમિયાન તેઓ નવસારી જિલ્લા પોલીસ વડાની સાથે પણ આ સમગ્ર ઘટનાક્રમ અંગે ચર્ચા કરશે અને ત્યારપછી પ્રેસ કોન્ફરન્સ સંબોધીને નિવેદન આપશે.

ADVERTISEMENT

રાહુલ ગાંધીએ કહ્યું- આ ભાજપ સરકારની ગભરાટ છે
આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, ગુજરાતમાં ‘પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ’ના વિરુદ્ધ આદિવાસી સમાજની લડાઈ લડનારા અમારા MLA અનંત પટેલ પર ભાજપ દ્વારા કાયરતાભર્યો હુમલો નિંદનીય છે. આ ભાજપ સરકારની ગભરાટ છે. કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આદિવાસીઓના હકની લડાઈ માટે અંતિમ શ્વાસ સુધી લડશે.

ખેરગામના સરપંચને મળવા જતા થયો હુમલો
MLA અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા, આ દરમિયાન તેમના પર જિલ્લા પંચાયતના સભ્ય અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં તેમના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં જ રસ્તા પર બેસી ગયા હતા. આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર એકઠું થઈ ગયું હતું.

ADVERTISEMENT

With Input- Ronak Jani

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT