Anant-Radhika ના પ્રી-વેડિંગની શરૂઆત 'અન્નસેવા'થી , અંબાણી પરિવારે 51 હજાર લોકોને પીરસ્યું ભોજન

ADVERTISEMENT

અંબાણી પરિવારે સ્થાનિક સમુદાયના આશીર્વાદ લીધા
Anant Ambani, Radhika Merchant pre-wedding
social share
google news

Anant Ambani, Radhika Merchant pre-wedding bash: અંબાણી પરિવારના આંગણે રૂડો પ્રસંગ આવ્યો છે. પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનું ત્રણ દિવસનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તો એવામાં ઇવેન્ટની શરૂઆત અન્ના સેવાથી કરવામાં આવી છે. 

અંબાણી પરિવારે ગ્રામજનોને ભોજન પીરસ્યું

જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામમાં, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના દાદી અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવ્યું. જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. 

પરિવારે સ્થાનિક સમુદાયના આશીર્વાદ લીધા 

અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ના સેવાનું આયોજન કર્યું છે. ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણશે. પ્રખ્યાત ગુજરાતી સિંગર કીર્તિદાન ગઢવીએ ડાયરામાં ધૂમ મચાવશે. 

ADVERTISEMENT

અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની

અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે. અંબાણી પરિવાર શુભ પારિવારિક પ્રસંગોએ ભોજન પીરસતા રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે દેશ સંકટમાં હતો ત્યારે પણ અનંત અંબાણીની માતા નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વને સૌથી મોટા પ્રમાણમાં ફુડ્સ વિતરણ કાર્યક્રમ ચલાવ્યો હતો. પારિવારિક પરંપરાને આગળ વધારતા, અનંત અંબાણીએ અન્ના સેવા સાથે તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT