Anant-Radhika Pre Wedding: અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં ઈન્ટરનેશન સ્ટાર મચાવશે ધૂમ, આટલા મહેમાનો થશે સામેલ
Aant - Radhika Pre Wedding: રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ
જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન યોજાશે પ્રી-વેડિંગ
અનેક મોટી મોટી હસ્તીઓ પ્રસંગમાં રહેશે હાજર
Aant - Radhika Pre Wedding: રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. પ્રી વેડિંગનું આયોજન 1થી 3 માર્ચ દરમિયાન થશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અનેક મોટી-મોટી હસ્તીઓ હાજરી આપશે. મહેમાનોની યાદીમાં વિશ્વના પ્રભાવશાળી લોકો, અબજોપતિઓ, મોટી કંપનીઓના CEO, બોલિવૂડ સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ સ્ટાર્સનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણીના દીકરાના પ્રીવેડિંગ ફંક્શનમાં ઈન્ટરનેશનલ સુપરસ્ટાર રિહાન્ના (Barbadian superstar Rihanna) પણ પરફોર્મ કરશે. તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સિંગર અરિજીત સિંહ, દિલજીત દોસાંઝ, સંગીતકાર જોડી અજય-અતુલ અને દિગ્ગજ જાદુગર ડેવિડ બ્લેન (David Blaine) પણ પરફોર્મ કરશે.
મહેમાનોની યાદીમાં કોના-કોના નામ
મહેમનોની વાત કરીએ તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ (Bill Gates), મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg), આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai), વોલ્ટ ડિઝનીના સીઈઓ બોબ ઈગર (Walt Disney CEO Bob Iger), બ્લેકરોકના ચેરમેન લેરી ફિંક (Larry Fink), બ્લેકસ્ટોનના ફાઉન્ડર સ્ટીફન શ્વાર્ઝમેન (Stephen Schwarzman), મેક્સીકન બિઝનેસ મેગ્નેટ કાર્લોસ સ્લિમ (Magnate Carlos Slim), સાઉદી અરામકોના ચેરમેન યાસિર અલ રુમાયાન (Yasir Al Rumayyan), મોર્ગન સ્ટેન્લી (Morgan Stanley), ટેડ ટેડ પિક (Ted Pick), બર્કશાયર હેથવેના ઉપાધ્યક્ષ અજીત જૈન (Berkshire Hathaway vice chairman Ajit Jain), ઇવાન્કા ટ્રમ્પ (Ivanka Trump), શાંતનુ નારાયણ (Shantanu Narayen), ભૂટાનના રાજા અને રાણી, કતારના પીએમ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની (Qatar PM Mohammed bin Abdulrahman bin Jassim Al Thani) અને WEFના અધ્યક્ષ ક્લાસ શ્વાબ હાજર (Klaus Schwab) રહેશે.
આ ભારતીય ઉદ્યોગપતિઓ પણ રહેશે હાજર
આ ઉપરાંત ટાટા ગ્રુપના એન.ચંદ્રશેખરન, કુમાર મંગલમ બિરલા અને તેમનો પરિવાર, ગૌતમ અદાણી અને તેમનો પરિવાર, ગોદરેજ પરિવાર, સંજીવ ગોયનકા, ઋષદ પ્રેમજી, ઉદય કોટક, અદાર પૂનાવાલા, સુનીલ મિત્તલ, પવન મુંજાલ, રોશની નાદર, નિખિલ કામથ, રોની સ્ક્રુવાલા અને દિલીપ સંઘવી સહિતના ભારતીય બિઝનેસ લીડર્સ પણ હાજર રહેશે.
ADVERTISEMENT
ક્રિકેટ ખેલાડીથી લઈને બોલિવૂડની હસ્તીઓ
આ પ્રસંગે સચિન તેંડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા, કેએલ રાહુલ, હાર્દિક અને કૃણાલ પંડ્યા અને ઈશાન કિશન જેવા સ્પોર્ટ્સ દિગ્ગજો હાજરી આપશે. તો મનોરંજન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ અમિતાભ બચ્ચન, રજનીકાંત, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, માધુરી દીક્ષિત કરશે. આ ઉપરાંત અભિષેક-ઐશ્વર્યા, અજય દેવગન-કાજોલ, રણવીર-દીપિકા, રણબીર-આલિયા અને વિકી-કેટરીના પણ હાજર રહેશે.
ADVERTISEMENT