આણંદ બોગસ માર્કશીટ કાંડમાં BJP યુવા મોરચા નેતાની સંડોવણી બહાર આવી, SOGએ ખંભાતથી કરી ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ: તાજેતરમા જ આણંદ SOG પોલીસે બાતમીના આધારે ચાંગા ચારુસેટ યુનિવર્સિટી નજીકથી બોગસ માર્કશીટ બનાવવાના અને તેના આધારે યુવક-યુવતીઓને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અને આ કૌભાંડમાં એસઓજી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે આરોપીઓના રીમાન્ડ મેળવ્યા હતા. તપાસ દરમિયાન એસ.ઓ.જી પોલીસે ભાજપના યુવા મોરચાના કાર્યકર મયુર ગોહિલની ધરપકડ કરતા આણંદ જીલ્લાનું રાજકારણ ગરમાયું છે.

મયુર ગોહિલે જ આરોપીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનું કામ સોંપ્યું હતું
આણંદમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હતું. જો કે પોલીસે દરોડો પાડી કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પણ કર્યો અને વધુ તપાસ દરમ્યાન એસ.ઓ.જી પોલીસે વિઝા કન્સલ્ટન્ટનું કામ કરતા મયુર ગોહિલની ખંભાતથી ધરપકડ કરી છે. મયુર ગોહિલ ચાંગાના રોનક પટેલને ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનું કામ સોંપ્યું હતું. મયુરને જાણ હોવા છતાં તેણે બોગસ માર્કશીટ બનાવડાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે મુખ્ય આરોપીઓના રિમાન્ડ દરમિયાન માહિતીને આધારે પોલીસે મયુર ગોહિલની ધરપકડ કરી છે. જેને લઈને અન્ય વિઝા કન્સલ્ટન્ટમાં પણ ફફડાટ ફેલાયો છે. તો આ તરફ એસઓજી પોલીસે જે યુવકની ધરપકડ કરી તે યુવક ખંભાતમાં આવેલ ગોપાલ સિનેમા કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલના નામે ઓફિસ ચલાવે છે. જે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનો જિલ્લા કારોબારી સદસ્ય છે, આ વાત વાયુ વેગે પ્રસરતા આણંદ જિલ્લામાં રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો: પોરબંદરના યુવકે ઓનલાઈન શોધેલી કન્યા ડોન નીકળી, ગૂગલ સર્ચમાં પત્નીના ગુનાની આખી કરમ કુંડળી મળી

ADVERTISEMENT

શું હતો મામલો?
આણંદ એસોજી પોલીસને બાતમી મળી હતી કે, ચાંગા ચારુસેટ યુનિવર્સિટી પાસે આવેલા પ્રાઇમ કોમ્પ્લેક્સની દુકાન નંબર બેમાંથી વિદેશ જવા ઇચ્છતા લોકોની બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી આપી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા નરસંડાના રોનક હિમાંશુ પટેલ, આણંદના દેવેન્દ્ર પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ‌બંને‌ આરોપીઓ પાસેથી 189 અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બનાવતી સર્ટિફિકેટ તથા પાસપોર્ટ મળી આવ્યા હતા. બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આ માર્કશીટ અને સર્ટિફિકેટ વડોદરાના મકરપુરામાં રહેતો નિશિતકુમાર પટેલ બનાવી આપતો હોવાની કબુલાત કરી હતી. જેને લઇને પોલીસે નિશિત પટેલની પણ અટકાયત કરી હતી. નિશિતની પૂછપરછ કરતા તેની પાસેથી અલગ અલગ‌ 17 જેટલી બનાવટી શૈક્ષણિક સંસ્થાઓની માર્કશીટ તેમજ સર્ટીઓ મળી આવી હતી.

અગાઉના આરોપીઓના રિમાન્ડ દરમિયાન ખૂલ્યું વધુ એક નામ
પોલીસે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા રોનક પટેલ અને નિશિત પટેલના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે દેવેન્દ્ર પટેલના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ સાથે જ પોલીસે આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સંડેવાયેલું છે? આ માર્કશીટ તેમજ સર્ટી કેવી રીતે તૈયાર કરવામાં આવતા હતા? અને આ માર્કશીટ દ્વારા હજી પણ કેટલા લોકો વિદેશમાં ગયા છે? તે તમામ બાબતોની તપાસ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. દરમ્યાન એસઓજી પોલીસે બોગસ માર્કશીટ કાંડમાં વધુ એક યુવકની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: સુરતમાં દીકરાના લગ્નની ખરીદી માટે નીકળેલા દંપતીને ટેન્કરે 60 ફૂટ સુધી ઢસડ્યા, બંનેનું કરુણ મોત

ADVERTISEMENT

પોલીસે આરોપીની માહિતી આપવાના બદલે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું
આ અંગે જ્યારે ગુજરાત Tak દ્વારા આણંદ SOG પી.આઈ તથા PSIનો સંપર્ક કરતા તેમણે માત્ર એટલી જ માહિતી આપી કે એસ.ઓ.જી પોલીસે બોગસ માર્કશીટ કાંડમા ખંભાતના મયુર ગોહિલને ઝડપી પાડ્યો છે. પરંતુ મયુર ગોહિલનું બેકગ્રાઉન્ડ શું છે? તે કેવી રીતે માર્કશીટ બનાવતો હતો? અત્યાર સુધીમાં કેટલી માર્કશીટ બનાવડાવી છે? અને તેને બોગસ માર્કશીટના આધારે કેટલા લોકોને વિદેશમાં મોકલ્યા છે ? તે અંગે કોઈ પણ માહિતી હજી સુધી આપી નથી. જેટલી વાર ગુજરાત તકની ટીમે માહિતી માટે પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એટલી વાર થોડી વારમાં માહિતી મળશે, અને ત્યારબાદ ફોન રિસીવ કરવાનુ જ બંધ કરી દીધું. જેને લઈને ભાજપના કાર્યકર આ કૌભાંડમાં ઝડપાતા પોલીસ પણ હવે આ અંગે કોઈ પણ માહિતી આપી રહી નથી. જેની પાછળ કયું રાજકારણ રમાઈ રહ્યું છે તે ચર્ચા એ હાલ જોર પકડ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT