મોરબીના ઘા રૂઝાયા નથી ને આણંદનો આ બ્રિજ પણ છે જર્જરિત; મસમોટા ગાબડા હોવા છતાં તંત્ર નિંદ્રાધીન..

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદઃ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક દુર્ઘટનાના ઘા હજુ રૂઝાયા નથી કે આણંદમાં તંત્ર હજુ નિંદ્રાધીન છે. આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા મહિસાગર નદી પરના ઉમેટા બ્રિજની સ્થિતિ પણ ચિંતામાં મૂકી દે તેવી છે. જર્જરીત થયેલો આ બ્રિજ પણ જોખમી બની શકે છે. ચલો આણંદના આ બ્રિજના ગ્રાઉન્ડ રિપોર્ટ પર નજર કરીએ…

આણંદનો આ જર્જરિત બ્રિજ, તંત્ર છે નિદ્રાંધીન..
આણંદ અને વડોદરાને જોડતો મહિસાગર નદી પર આવેલો ઉમેટા બ્રિજ લાંબા સમયથી જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ પુલ પર મોટી સંખ્યમાં વાહનોની અવર-જવર થતી હોય છે. તેવામાં બ્રિજની વચ્ચે અને સાઈડની રેલિંગ જર્જરીત અવસ્થામાં જોવા મળી રહી છે. અનેક જગ્યાએ ગાબડા અને તિરાડો હોવા છતા તંત્ર દ્વારા આના સમારકામની કોઈ કાર્યવાહી હજુ સુધી હાથ ધરાઈ નથી.

ADVERTISEMENT

સ્થાનિકો પ્રસર્યો ભારે રોષ…
મોરબીની દુર્ઘટના પછી અત્યારે સમગ્ર દેશ શોકગ્રસ્ત છે. પરિવાર સાથે રજામાં ફરવા નીકળેલા નિર્દોષ લોકોએ 2થી 3 સેકન્ડમાં જ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યા હોવાથી હવે જર્જરીત બ્રિજનું જોખમ કેટલું ગંભીર છે એનો મુદ્દો વધુ ઉજાગર થયો છે. તેવામાં સ્થાનિકો આણંદના ઉમેટા બ્રિજની જર્જરિત અવસ્થાને જોઈ ચિંતામાં મુકાયા છે. તેમણે પ્રશાસનની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. તેમના મતે મોરબીની દુર્ઘટના પછી પ્રશાસન ક્યારે કાર્યવાહી કરશે એ સવાલો પણ ઉઠાવ્યા છે.

ADVERTISEMENT

જર્જરીત બ્રિજની અવસ્થા પર નજર કરીએ…
આ બ્રિજના મધ્યભાગમાં લોખંડના એન્ગલ અને રેલિંગ જર્જરીત અવસ્થામાં જોવા મળી રહી છે. જેના કારણે પ્રશાસન બ્રિજનું મેઈનટેનન્સ કરવા હજુ સુધી કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. બ્રિજના મધ્ય ભાગમાં આરપાર સળિયા તેમજ રેલિંગોના પોપડા ખરી ગયા છે. આને લઈને તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ કરવું અત્યંત આવશ્યક બની જાય છે. તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ કાર્ય કરવું નિષ્ફળ નીવડ્યા સમાન છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે આ બ્રીજ વડોદરા માર્ગ મકાન વિભાગમાં આવે છે. હવે આગામી સમયમાં જો આનું સમારકામ નહીં કરવામાં આવે તો મોરબી જેવી દુર્ઘટના અહીં ન સર્જાય તેની ભીતિ વર્તાઈ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT