આણંદમાં બ્રિજના ફૂટપાથ પર પડ્યું મોટુ ગાબડું, નજર ચૂક થઈ તો સીધા નદીમાં ગરકાવ થશો!

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદઃ દિવાલ પરથી પોપડા પડતા જોયા હશે પરંતુ આંકલાવમાં મહિસાગર નદી પરના બ્રિજનો ફુટપાથ તૂટી ગયો છે. આની તસવીરો પર નજર કરીએ તો જાણો બ્રીજના ફુટપાથ પરથી પોપડા ખરી ગયા છે. જોકે સદનસીબે કોઈની જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે બ્રિજના ફૂટપાથ પર મોટું ગાબડુ પડી ગયું છે. ગાબડુ એટલું મોટું છે કે જો કોઈનાથી નજર ચૂક થઈ હોત તો સીધો જ તે નદીમાં ગરકાવ થઈ ગયો હોત. આ ઘટનાને બે દિવસ થયા હોવા છતાંય કોઈ કામગીરી હાથ ન ધરાતા રાહદારીઓમા રોષ જોવા મળી રહ્યો છે.

ફૂટપાથ પર પડ્યું મોટુ ગાબડું
આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી પર ઉમેટા બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડે છે. જેના પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થતી રહેતી હોય છે. વળી આ બ્રિજ પર ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ રાહદારીઓ પણ કરતા હોય છે. એવામાં છેલ્લા કેટલાય સમયથી બ્રિજના ફૂટપાથ પર ગાબડું પડી ગયું છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે તંત્ર પાસે આ બાબતે ધ્યાન આપવા માટે જરાય સમય જ નથી. ઉલ્લેખનીય છે કે આ ગાબડામાં કોઈનો પણ પગ ફસાઈ જાય એવું છે અથવા ભારે વજન આવતા કદાચ રાહદારી પણ સીધો નદીમાં ખાબકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ADVERTISEMENT

ફૂટપાથ પરથી મુસાફર સીધા નદીમાં ખાબકે તેવી સ્થિતિ
મહત્ત્વની બાબત એ છે કે, જો રાત્રી દરમિયાન કોઈ વ્યક્તિ આ ફૂટપાથ પરથી પસાર થાય અને તેને આ ગાબડું ન દેખાય તો તે સીધો જ નદીમાં ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજી તો થોડા સમય પહેલા જ બોરસદ ચોકડી પર આવેલા બ્રિજની એક બાજુનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેને લઈને વિપક્ષ દ્વારા સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. છતાંય ઉમેટા બ્રિજના ફૂટપાથ પર પડેલા આ ગાબડા અંગે તંત્ર કેમ કશુ નથી કરી રહ્યુ એ સવાલ લોકોમા ચર્ચાઈ રહ્યો છે. ત્યારે હવે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા આ બ્રિજનું સમારકામ ઝડપથી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT