આચાર્ય અને શિક્ષિકાના આડાસંબધોની અટકળો વચ્ચે હોબાળો, ગ્રામજનોએ શાળાને તાળું માર્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ આણંદઃ જિલ્લાના ઉમરેઠમાંથી શિક્ષણ જગતને કલંક લગાવે તેવી ઘટના સામે આવી છે. જ્યાં સ્થાનિક શાળામાં આચાર્યની કામગીરીથી નારાજગી પ્રસરી ગઈ છે. આની સાથે જ આચાર્ય શિક્ષક અને શાળાના શિક્ષિકા વચ્ચેની પ્રેમ-લીલાનો આક્ષેપ કરી ગ્રામજનોએ હોબાળો કર્યો છે. એટલું જ નહીં શિક્ષિકાના પતિએ પણ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો છે. કંટાળેલા ગ્રામજનો અને શિક્ષિકાના પતિ દ્વારા શાળાએ પહોંચી હોબાળો કરી આચાર્યને શાળામાંથી કાઢી મૂકવાની માગ કરાઈ રહી છે. અત્યારે શાળા પર તાળાબંધી કરીને આણંદ શિક્ષણ કચેરીએ લેખિત અરજી પણ કરવામાં આવી છે.જેને લઇને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.

આચાર્યનો ભૂતકાળ ચર્ચામાં રહ્યો..
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ શાળાના આચાર્ય પહેલાંથી જ બેદકાર હતા. તેમને એક શિક્ષક તરીકે શરૂઆત કરી હતી. જોકે આની સાથે તેઓ રાજકારણમાં પણ સક્રિય હતા એવું જાણવા મળ્યું છે. તકનો લાભ ઉઠાવી તે આચાર્ય બની ગયા હતા.આચાર્ય પદ મળ્યા બાદ તે સમય દરમિયાન શાળામાં તેમની મનમાની કરવાનું શરૂ કર્યું. એક શિક્ષક તરીકેની તેમની ભૂમિકા ઓછી હતી અને નેતાગીરી વધારે પ્રમાણમાં કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેઓ વારંવાર શૈક્ષણિક સ્ટાફ જોડે પણ ઝઘડા કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

આચાર્યનો શિક્ષિકા સાથે પ્રેમ સંબંધ હોવાનો દાવો..
સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ શાળાની શિક્ષકા ફરજ બજાવી સમયસર ઘરે પહોંચતા નહોતા એવો દાવો તેમના પતિ કરી રહ્યા છે. જેને લઈને તેમના પતિને શંકા ઉપજી હતી. એટલું જ નહીં પતિએ કોલ ડિટેલ ચેક કરતા જોવા મળ્યું કે એક મહિનામાં તેમની પત્નીના ફોનમાં 130થી વધુ ફોન આચાર્યના હતા. ત્યારપછી બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી. એટલું જ નહીં ત્યારપછી શિક્ષિકાના પતિએ ગામના મંદિરના ગાદિપતિ સાથે ચર્ચા કરી. સમગ્ર ઘટનાક્રમ બહાર આવતા હોબાળો મચી ગયો છે. અત્યારે આ કારણોસર જ ગ્રામજનો પોતાના બાળકને શાળાએ મોકલતા પહેલા વિચારે છે. એટલે આચાર્ય શાળા છોડોના બેનરો સાથે તેમણે પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT

આ અંગે ગુજરાત તકની ટીમે આચાર્યનો સંપર્ક સાધ્યો..
આચાર્ય દ્વારા જણાવાયું કે શાળા આચાર્ય છોડે તેવા બેનરો અંગે મને જાણ થઈ છે એ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે, આ જે કંઈ પણ કર્યું છે તે એક બે વ્યક્તિઓએ નિર્દોષ લોકોને ખોટી રીતે ભરમાવીને શાળા સમયે અહીં લાવવામાં આવ્યા છે. અમે અહીં કોઈ એવું કામ નથી કર્યું કે, સંસ્થામાં કોઈ એવો બનાવો નથી બન્યો. તેમણે એક વ્યક્તિનું લોકોને ભરમાવવાનું કાવતરુ હોવાનો દાવો કર્યો છે.

આચાર્યએ મહિલા સાથેના સંબંધ વિશે કહ્યું કે…
મહિલા સાથેના સંબંધને લઈને તેમણે જણાવ્યું કે પતિ પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડાના આ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અમારી વચ્ચે આવું કંઈ જ નથી અને રહી વાત ફોન ડિટેલ્સની તો જે પ્રમાણે સ્કૂલમાં સુવર્ણ જયંતિ મહોત્સવ ની તૈયારીઓ ચાલી રહી છે, તેને લઈને તૈયારીઓના ભાગરૂપે અને સુવર્ણ જયંતિના ઉત્સવમાં જાહેરાતો લાવવા માટેના કામથી ફોન અંગેની વાતચીત થઈ છે. અને માત્ર આ જ શિક્ષક જોડે નહીં તમામ શિક્ષિકાઓ અને શિક્ષકો જોડે આ પ્રકારની વાતચીત થઈ છે.

ADVERTISEMENT

આચાર્યએ એક શખસનું કાવતરુ હોવાનો દાવો કર્યો..
તેમણે કહ્યું કે એક શખસ દ્વારા મને ધમકાવવામાં આવ્યો. આની સાથે જ આ શખસ આજે સવારે સ્કૂલ શરૂ થવાના સમયે સ્કૂલમાં આવી પહોંચ્યા અને સ્કૂલમાં તાળાબંધી કરી બાળકોનું શિક્ષણ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

ADVERTISEMENT

આચાર્યએ વધુમાં કહ્યું, હું સરસ્વતી માતાના સોગંધ ખાઈને કહું છું કે, મેં કઈ ખોટું નથી કર્યું. હું ટેટની પરીક્ષા પાસ કરીને નીતિનિયમો પ્રમાણે આચાર્ય બન્યો છું. કોઈ લાગવગથી બન્યો નથી. આજે આ પ્રકારે શાળામાં આવીને કેળવણી મંડળના આંતરીક વિવાદમાં ભણતર બગાડવુ યોગ્ય નથી. જેને લઈને અમે તાત્કાલિક ખંભોળજ પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાબતે અમે આવા તત્વોની સામે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી દીધી છે.

(ગુજરાત તક ઉપરોક્ત તમામ દાવાઓની પુષ્ટિ નથી કરતું.)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT