વંદે ભારત ટ્રેન સાથે પશુઓની ટક્કર રોકવા પહેલ, 140 કરોડનાં ખર્ચે રેલવે વિભાગ લગાવશે ક્રેશ બેરિયર..
અમદાવાદઃ વંદે ભારત ટ્રેન જ્યારથી દોડતી થઈ છે ત્યારથઈ તેનો અવાર નવાર અકસ્માત થતો આવ્યો છે. પશુઓ ટ્રેક પર વચ્ચે આવી જતા ટ્રેનનો અત્યારસુધી ઘણીવાર…
ADVERTISEMENT
અમદાવાદઃ વંદે ભારત ટ્રેન જ્યારથી દોડતી થઈ છે ત્યારથઈ તેનો અવાર નવાર અકસ્માત થતો આવ્યો છે. પશુઓ ટ્રેક પર વચ્ચે આવી જતા ટ્રેનનો અત્યારસુધી ઘણીવાર અકસ્માત થયો છે, એટલું જ નહીં તેના કારણે વંદે ભારત ટ્રેનના ઢાંચાને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે અકસ્માતથી બચાવવા માટે રેલવે લાઈનની બંને બાજુએ 6થી 7 મીટરના અંતર સુધીમાં સુરક્ષા માટે મેટલ ક્રેશ બેરિયર લગાડવાનો નિર્ણય કરાયો છે. રેલવે વિભાગના આ નિર્ણયથી અકસ્માત રોકી શકાશે. જાણો આ અંગે વિગતવાર માહિતી…
સુરતથી અમદાવાદ વચ્ચે લગાવાશે..
નોંધનીય છે કે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે વંદે ભારત ટ્રેન સાથે પશુઓ અથડાઈ જતા અકસ્માત સર્જાયા કરે છે. એને રોકવા માટે રેલવે વિભાગે મોટો નિર્ણય કર્યો છે. બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાડી દેવામાં આવ્યા છે. સુરતથી અમદાવાદ વચ્ચે આ પ્રમાણે બેરિયર લગાડાશે.
140 કરોડના ખર્ચે બેરિયર લગાવાશે…
નોંધનીય છે કે સુરતથી અમદાવાદ વચ્ચે મેટલ ક્રેશ બેરિયર લગાવવાનો ખર્ચ અંદાજે 140 કરોડ રૂપિયાનો થશે. આ દરમિયાન કુલ 170 કિલોમીટરના અંતરમાં આ પ્રમાણે ક્રેશ બેરિયર લગાડવામાં આવશે. જેથી કરીને અવાર નવાર વંદેભારત ટ્રેન સાથે પશુઓ અથડાઈ જવાની ઘટના બને છે તેને રોકી શકાય.
ADVERTISEMENT
ADVERTISEMENT