વેક્સિનના ડૉઝ બગડવા મામલે આરોગ્યમંત્રીનું મહત્વનું નિવેદન કહ્યું, ગુજરાતમાં રસીના એક પણ ડૉઝ બગડ્યા નથી
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: દુનિયાના અનેક દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વાડી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તે પહેલા વિવિધ તૈયારીઑ કરવામાં આવી રહી…
ADVERTISEMENT
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: દુનિયાના અનેક દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વાડી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તે પહેલા વિવિધ તૈયારીઑ કરવામાં આવી રહી છે. ગુજરાતએ કેન્દ્ર સરકાર પાસે વેક્સિનના ડોઝ મંગાવ્યા છે. ત્યારે વેક્સિનના ડૉઝ બગડવા મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં રસીના એક પણ ડૉઝ બગડ્યા નથી.સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી જે ડૉઝ મળ્યા તેનો પૂર્ણ ઉપયોગ થયો છે.
એક તરફ ગુજરાતમાં પણ કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ફરી વેકસીનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વેકસીનેશનને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રસીના એક પણ ડૉઝ બગડ્યા નથી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જે પણ ડોઝ મળ્યા તેના પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એક વાયલમાંથી 10 ડૉઝ આપવામાં આવે છે અને પ્રથમ ડૉઝ લીધા બાદ 4 કલાકમાં તમામ ડૉઝ લેવાના હોય છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડૉઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ડૉઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો ડૉઝ બગડ્યો ન કહેવાય.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 3 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશન માં 2 નોંધાયા છે. બીજી તરફ 5 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અને સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 37 એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાંજ થવાનો દર 99.13 ટકાએ પહોંચ્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT