મોહન ભાગવતનું મહત્વનું નિવેદન, ભારતમાં રહેતા તમામ લોકો હિન્દુ

ADVERTISEMENT

Mohan Bhagvat
Mohan Bhagvat
social share
google news

અમદાવાદ: RSSના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક પ્રતિષ્ઠિત નાગરિક સંમેલનને સંબોધિત કર્યું. મીટિંગની શરૂઆત પરંપરાગત ખાસી સ્‍વાગત સાથે થઈ હતી. મોહન ભાગવતે તેમના ભાષણમાં જણાવ્‍યું હતું કે હિમાલયની દક્ષિણે, હિંદ મહાસાગરની ઉત્તરે અને સિંધુ નદીના કિનારાના રહેવાસીઓને પરંપરાગત રીતે હિન્‍દુ કહેવામાં આવે છે. ઇસ્‍લામ ફેલાવનારા મુઘલો અને ખ્રિસ્‍તી ધર્મ ફેલાવનારા બ્રિટિશ શાસકો પહેલા પણ હિન્‍દુઓ અસ્‍તિત્‍વમાં હતા. હિન્દુ ધર્મ એ ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની રીત છે. ભારતમાં રહેતા તમામ લોકો હિન્દુ છે.

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, હિન્દુ શબ્‍દ એ તમામ લોકોનો સમાવેશ કરે છે જેઓ ભારત માતાના પુત્રો છે, ભારતીય પૂર્વજોના વંશજ છે અને જેઓ ભારતીય સંસ્‍કૃતિ અનુસાર જીવે છે. હિન્‍દુ બનવા માટે ધર્મ બદલવાની જરૂર નથી,. કારણ કે ભારતમાં દરેક વ્‍યક્‍તિ હિન્‍દુ છે. આપણે હિન્‍દુ છીએ, પણ હિન્‍દુની કોઈ ચોક્કસ વ્‍યાખ્‍યા નથી, એ આપણી ઓળખ છે. ભારતીય અને હિન્‍દુ બંને શબ્‍દો સમાનાર્થી છે. ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિંદુ છે. તે ભૂ-સાંસ્‍કૃતિક ઓળખ છે.

ભારતની વિવિધતા જ ગૌરવની વાત
ભારત પશ્ચિમી ખ્‍યાલ દેશ નથી. તે પ્રાચીન સમયથી સાંસ્‍કૃતિક દેશ છે. હકીકતમાં આ એક એવો દેશ છે જેણે દુનિયાને માનવતાનો પાઠ ભણાવ્‍યો છે. સંમેલનને સંબોધતા મોહન ભાગવતે કહ્યું, ‘ભારતની એકતા જ તેમની તાકાત છે. ભારત જે વિવિધતાનો દાવો કરે છે તે ગૌરવની વાત છે. આ ભારતની વિશેષતા છે જે સદીઓથી ચાલી આવે છે. અમે હંમેશા એક રહ્યા છીએ. જયારે આપણે આ ભૂલીએ છીએ ત્‍યારે આપણે આપણી સ્‍વતંત્રતા ગુમાવીએ છીએ. તેથી, આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે એક બનીએ અને આપણા દેશને વધુ મજબૂત અને વધુ આત્‍મનિર્ભર બનાવીએ.

ADVERTISEMENT

મેઘાલયમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી
એકતા માટે આપણે સૌએ કામ કરવું પડશે. ભારત અનાદિ કાળથી પ્રાચીન રાષ્ટ્ર છે. ભારતે તેની સ્‍વતંત્રતા ગુમાવી દીધી કારણ કે તેના લોકો સંસ્‍કૃતિના સૂત્ર અને મૂલ્‍યોને ભૂલી ગયા હતા. ભાગવતે શનિવાર અને રવિવારે સંઘના પદાધિકારીઓ અને કાર્યકરોની ઘણી બેઠકોમાં હાજરી આપી હતી. મેઘાલય એ ખ્રિસ્‍તી બહુમતી રાજય છે. તેથી જ આરએસએસના વડાની મુલાકાત વધુ મહત્‍વની છે, કારણ કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં અહીં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ભાગવત સતત મુસ્‍લિમ બૌદ્ધિકોને મળી રહ્યા છે
મેઘાલયમાં મોહન ભાગવતની મુલાકાતને ધ્‍યાનમાં રાખીને રાજયમાં ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સતત મુસ્‍લિમ બૌદ્ધિકોને મળી રહ્યા છે. તાજેતરમાં તે ઈમામોને મળવા મસ્‍જિદ પણ ગયા હતા. મોહન ભાગવતે મદરેસામાં જઈને બાળકોને મળ્યા હતા. તેમણે દિલ્‍હીમાં કસ્‍તુરબા ગાંધી માર્ગ પર સ્‍થિત મસ્‍જિદ અને આઝાદપુરમાં મદરેસા તાજવીદુલ કુરાનની મુલાકાત લીધી હતી. તેમણે ઓલ ઈન્‍ડિયા મુસ્‍લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્‍ય ઈમામ ઉમર અહેમદ ઈલ્‍યાસી સાથે મુલાકાત કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT