ગૌરવ યાત્રા દરમિયાન શંકર ચૌધરી પર જાહેરમાં શાહી ફેંકવાનો થયો પ્રયાસ, જાણો શું છે મામલો
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં પ્રચાર-પ્રસારનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન ભાજપ ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં પ્રચાર-પ્રસારનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન ભાજપ ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે. ગુજરાત ગૌરવ યાત્રામાં ભાજપના નેતાઓનો વિરોધ થવા લાગ્યો છે. મોરબીમાં ગૌરવ યાત્રામાં પાણી મામલે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલનો મહિલાઓએ વિરોધ કર્યો હતો. ત્યારે બીજી તરફ ઇડરમાં પણ ભાજપના નેતા શંકર ચૌધરી પર શાહી ફેંકાયા નો પ્રયાસ કરવામાં આવ્યો.
ગુજરાત ભરમાં ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં સાબરકાંઠામાં નીકળેલી ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રૂપાલા તેમજ શંકર ચૌધરી સહિતના નેતા હાજર હતા. ગૌરવ યાત્રા પ્રાતિજ થઈને ઈડર વિધાનસભા પહોંચી હતી. ત્યારે બોડેલીમાં ભાજપના નેતા શંકર ચૌધરી પર એક સગીરે અચાનક આવીને શંકર ચૌધરી પર સહી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અર્બુદા સેના દ્વારા શાહી ફેંકાઈ હોવાના સ્થાનિકો દ્વારા કરાયા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ચૌધરી સમાજના અગ્રણી અને ભાજપના નેતા શંકર ચૌધરી પર 15 વર્ષીય કિશોર દ્વારા શાહી ફેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ શંકર ચૌધરી સુધી શાહી પહોંચી નહિ. શાહી જમીન પર પડેલી દેખાઈ હતી.
ADVERTISEMENT
મોરબીમાં પણ ભાજપના નેતાનો વિરોધ
ગુજરાત ભરમાં ભાજપ (BJP) દ્વારા પાંચ જેટલી ગૌરવ યાત્રાઓ નીકાળવામાં આવી છે. જેમાં આજે મોરબીના વાંકાનેર ખાતે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ ગૌરવ યાત્રામાં પહોંચ્યા હતા. જોકે મહિલાઓ દ્વારા ભાજપની આ સ્વાગત યાત્રામાં પાણી આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી પિયૂષ ગોયલના કાફલા સામે જ મહિલાઓએ ખાલી ઘડા વગાડ્યા હતા.
વિથ ઈનપુટ: હસમુખ પટેલ,સાબરકાંઠા
ADVERTISEMENT