મોરબી બ્રિજ દુર્ઘટનાનું આ છે કારણ, જાણો શું કહે છે આર્કિટેક્ચર પ્રોફેસર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગુજરાતની મોરબી નદી પર થયેલા અકસ્માતમાં 130 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ મામલાની તપાસ કર્યા બાદ ઘટનાના સંભવિત કારણો જાણવા મળશે. કેટલાક લોકો બ્રિજ પર કૂદતા અને બ્રિજના કેબલને લાત મારતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આવા સંજોગોમાં એક સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું ભીડ ભેગી થવાને કારણે કે લોકોની હરકતોથી પુલ તૂટી શકે છે. આ સવાલનો જવાબ દિલ્હી સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (DSPA)ના પ્રોફેસર સેવા રામે આપ્યો છે. તેમણે પ્રેઝન્ટેશન ડેમો દ્વારા સમજાવ્યું હતું કે મોરબી બ્રિજ અકસ્માતનું કારણ શું હોઈ શકે.

આ કારણે બનાવવામાં આવે સસ્પેન્શન બ્રિજ
પ્રોફેસર સેવા રામના જણાવ્યા અનુસાર, ‘સામાન્ય પુલમાં નદીની વચ્ચે કોંક્રીટના કૉલમ બાંધવામાં આવે છે જેના પર સ્લેબ ચણવામાં આવે છે. પરંતુ પાણી કોલમ ઉભા કરવામાં સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિમાં બીજી પદ્ધતિ એટલે કે સસ્પેન્શન બ્રિજની પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેમાં નદીના બે કાંઠે ટાવર બનાવીને તેમાં વોકિંગ ડેક ઉમેરવામાં આવે છે. એવું નથી કે તે સુરક્ષિત નથી. વોકિંગ ડેક બનાવવા માટે ઓછો સમય અને ઓછો ખર્ચ થાય છે, તેથી આ પુલ બનાવવા માટે વધુ સારો વિકલ્પ છે.

આ કારણે તૂટે છે પુલ
પ્રોફેસર સેવા રામે કહ્યું, ‘બ્રિજની લંબાઈને સ્પેન કહેવામાં આવે છે. જ્યારે લાંબા સ્પેનની જરૂરિયાત હોય છે ત્યારે સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવે છે. હવે જો આ સ્પેન પર ઘણા બધા લોકો એક જગ્યાએ પહોંચી જાય તો પોઈન્ટ લોડ થઈ જાય છે. બીજી બાજુ, જો વધુ લોકો ભેગા થાય,અને ઉછળવા કુંડવા લાગે ત્યારે સ્પેન પર અસર પડે છે. જેના કારણે બ્રિજમાં ઓસિલેશન સર્જાય છે જે જોખમી છે. તેમણે જણાવ્યું કે અમેરિકામાં 1940માં ટોકોમા નૈરોબી બ્રિજ પણ બન્યાના થોડા દિવસો બાદ પડી ગયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે વધુ પવનને કારણે થતા ઓસિલેશનને ઇમ્પેક્ટ લોડ કારણે સર્જાયો હતો, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT