જે ગઠબંધન ધર્મ નથી જાણતી તે BTP સાથે ગઠબંધનનો કોઇ અર્થ નથી, AAP તો ભાજપની જ ટીમ છે: કોંગ્રેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છેકે,BTP અને કોંગ્રેસનું ગઠબંધન નહી થાય. જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસે ગઠબંધન કર્યુંએ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી એવા લોકો સાથે ગઠબંધન કરીને કોઇ અર્થ નહી હોવાનું બંન્ને નેતાઓએ સુર પ્રકટ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ઼ના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાતભરમાં પરિવર્તન રેલી કરી એક જિલ્લામાંથી બીજા જિલ્લા જઈ લોકોને જાગૃત કરી રહ્યા છીએ ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી નર્મદાના મોવી ખાતે પહોંચી હતી. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભાજપ દ્વારા દેશમાં બેફામ મોંઘવારી વધારવામાં આવી છે. ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે.દેશમાં બેરોજગારી પણ વધુ છે. વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં આ પહેલી રાજકીય જાહેરસભા કરી કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. હાલ મોટી ચર્ચા જે હાલ ગુજરાતમાં ચાલી રહી છે કે,BTP અને કોંગ્રેસ ગઠબંધન કર્યું છે.

ADVERTISEMENT

જે બાબતે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છેકે,BTP અને કોંગ્રેસનું ગઠબંધન નથી થાય.જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસ ગઠબંધન કર્યુંએ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી એવા લોકો સાથે ગઠબંધન કરવાનો કોઇ અર્થ નથી.

હાઇ કમાન્ડને આ અંગે રજુઆત કરી છે. જો કે આ બાબતે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે ખરો પરંતુ નર્મદાના ડેડીયાપાડાના કોંગી કાર્યકરો દ્વારા આ બંન્ને નેતાઓને ડેડીયાપાડામાં ગઠબંધન ન કરે બાકી કોંગ્રેશમાં આક્રોશ વધી શકે છે એવી રજુવાત કરી છે. આજે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ મોવી ખાતે સ્ટેજ પરજ કોંગ્રેસ પ્રભારીને ટકોર કરતા ચકચાર મચી હતી.

ADVERTISEMENT

આ પ્રસંગે બી એમ સંદીપ (નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી) જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની એન્ટ્રી ટ્રાઇબલ નીતિથી લોકો નારાજ છે. જંગલ જમીન હક અપવવા માટે યુવા કોંગ્રેસ તૈયાર છે. વિધાનસભાની ચૂંટણી માટે એલાઈન્સ માટે ચર્ચા કરવામાં આવે છે. બિટીપી કોંગ્રેસ સાથે હાલ કોઈ ગઠબંધન નથી થયું. ઉપરાંત ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈ ગામ સુધી ગુજરાત યુથ કોંગ્રેસ દ્રારા પરિવર્તન યાત્રા આયોજન થયું છે. 27 વર્ષમાં ભાજપના શાસનમાં યુવાનો સાથે દ્રોહ થયો છે.

ADVERTISEMENT

રાજ્યમાં 40 લાખ યુવાનો શિક્ષિત બેરોજગાર છે. કોન્ટ્રાક્ટ પધ્ધતી ફિક્સ વેંતનના કારણે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે.
પરિવર્તન યાત્રા યુવાનો ઉજ્જવળ ભવિષ્ય માટે યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી છે, ત્યારે પરિવર્તન વિકલ્પ જ હવે વિકલ્પ છે .કોંગ્રેસનું અન્ય પક્ષ સાથે ગઠબંધન થશે કે નહીં જે બાબતે જણાવ્યું હતું કે ગઠબંધન ધર્મ બન્ને પક્ષે નિભાવવો જોઈએ. આપ અંગે પુછવામાં આવતા ટુંકો જવાબ આપતા કહ્યું કે, આપ તો ભાજપની બી ટીમ છે.

    follow whatsapp

    ADVERTISEMENT