અમિતાભ બચ્ચને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર આપ્યું નિવેદન, જાણો પઠાણ ફિલ્મ વિવાદ પર શાહરુખ શું બોલ્યો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોલકાતાઃ સામાન્યરીતે રાજકીય વિવાદોથી દૂર રહેતા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા જેવા રાજકીય રૂપે સંવેદનશીલ મુદ્દા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અત્યારે નાગરિકોની સ્વતંત્રતા સામે સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચને આ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્રિટિશ સેન્સરશીપ, આઝાદી પહેલાની ફિલ્મો અને સામાજિક એકતા વિશે વિગતવાર વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, “મને ખાતરી છે કે આ મંચ પરના મારા સાથીદારો સહમત થશે કે અત્યારે પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.”

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાજપના બંગાળ યુનિટના અધ્યક્ષ ડૉ. સુકાંત મજુમદારે બચ્ચનનાં નિવેદન પર કહ્યું કે અમિતાભ બચ્ચન બિલકુલ સાચા છે. પશ્ચિમ બંગાળમાં લોકશાહી અને વાણી સ્વતંત્રતા નથી. પશ્ચિમ બંગાળમાં ગયા વર્ષે ચૂંટણી પછીની સૌથી ખરાબ હિંસા જોવા મળી હતી. આ કહેવા માટે હિંમતની જરૂર છે, જેના માટે હું તેમની પ્રશંસા કરું છું. દીદીએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને બંગાળને દરેક ક્ષેત્રે પાછળ પડતું અટકાવવું જોઈએ.

‘આપણે પ્રેક્ષકોને હળવાશથી ન લઈ શકીએ’ – બચ્ચન
અમિતાભ બચ્ચને ફેસ્ટિવલમાં વધુમાં કહ્યું કે શરૂઆતના સમયથી અત્યારસુધી કન્ટેન્ટમાં બદલાવ આવ્યો છે. હવે વિષયોના વિવિધ પ્રકારો છે. વિષયો પૌરાણિક ફિલ્મોથી લઈને આર્ટ હાઉસ, એંગ્રી યંગ મેન અને કાલ્પનિક અરાજકતા અને નૈતિક પોલીસિંગમાં ડૂબેલા ઐતિહાસિક બ્રાંડ સુધીના છે. આ તમામ વિષયો પર દર્શકો સિંગલ સ્ક્રીન અને OTT દ્વારા રાજકારણ અને સામાજિક મુદ્દાઓ પર મંતવ્યો આપતા રહે છે.

ADVERTISEMENT

અમિતાભે કહ્યું કે અમે દર્શકોને હળવાશથી લઈ શકતા નથી. પ્રેક્ષકો પાસે તમામ પ્રકારની સામગ્રી છે. તેઓ તેને ક્યાં જોવા માંગે છે, તે તેમની પસંદગી છે. અમિતાભે આ વાત એવા સમયે કરી જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઈવેન્ટમાં અમિતાભની સાથે શાહરૂખ ખાન પણ હાજર હતો. આ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા હતા.

શાહરુખ ખાને આગામી ફિલ્મના વિવાદને લઈને કહ્યું…
નોંધનીય છે કે અત્યારે પાઠણ ફિલ્મને લઈને ઘણા વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન બોલિવુડના અભિનેતા શાહરુખે પોતાની ફિલ્મ પઠાણ ફિલ્મ મુદ્દે કહ્યું કે કઈ પણ થઈ જાય, અમારા જેવા લોકો કોઈપણ સ્થિતિમાં સકારાત્મક રહે છે. નોંધનીય છે કે પઠાણ ફિલ્મના એક પોશાક અને સોન્ગને લઈને અત્યારે વિવાદ થઈ રહ્યો છે.

અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઈએ- મમતા બેનર્જી
કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચનને ભારતનું ગૌરવ ગણાવ્યા હતા. મમતાએ પોતાના ભાષણમાં અમિતાભ બચ્ચનને ભારત રત્ન કહ્યા હતા. મમતાએ કહ્યું કે મારા મતે અમિતાભ બચ્ચન ભારત રત્ન છે અને અમે ઈચ્છીએ છીએ કે તેમને પણ ભારત રત્ન આપવામાં આવે. તેઓ સમગ્ર દેશ માટે આદરણીય છે.

આની સાથે જ મમતા બેનર્જીએ કહ્યું કે શાહરૂખ મારો ભાઈ છે. મેં તેને હંમેશા મારો ભાઈ જ માન્યો છે. હું તેને રાખડી બાંધીશ. મને લાગે છે કે જે પણ બંગાળમાંથી જાય છે તે પ્રખ્યાત થાય છે. પછી તે રાની મુખર્જી હોય, જયા બચ્ચન હોય, કુમાર સાનુ હોય કે અરિજિત હોય. તે બધા અહીંના બ્રાન્ડ એમ્બેસેડર છે.

    follow whatsapp

    ADVERTISEMENT