ગુજરાતમાં સત્તાનું પુનરાવર્તન કરવા બેઠકોનો ધમધમાટ, અમિત શાહની આજે કમલમમાં મહત્વપૂર્ણ બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપે દિવાળી પર્વ પણ ચૂંટણીની કામગીરી શરૂ રાખી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે પાંચમો દિવસ છે ત્યારે આજે અમિત શાહ સાંજે 7 કલાકે કમલમ ખાતે મહત્વની બેઠક યોજશે.

સાંજે કમલમ ખાતે યોજશે બેઠક
ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતની સત્તા સાંભળી રહ્યું છે ત્યારે સત્તાનું પુનરાવર્તન માટે અને ગુજરાત વિધાનસભાની તમામ બેઠક પર જીત મેળવવા મેદાને ઉતરી ચૂક્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાજપ કાર્યાલય કમલમ ખાતે સાંજે 7 વાગ્યા બાદ બેઠક યોજશે. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ અને આગેવાનો સાથે આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે અને ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

આવતી કાલથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પક્ષ દ્વારા નિયત કરાયેલા નિરીક્ષકો આવતી કાલથી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરશે. સાંસદ સભ્યો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોમાંથી નિરીક્ષકો બનશે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર 

    follow whatsapp

    ADVERTISEMENT