અમિત શાહે નવા વર્ષે કાર્યકરો સાથે કરી શુભેચ્છા મુલાકાત, સ્થાનિકો-હોદ્દેદારો હાજર રહ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. તેવામાં એક બાજુ વિધાનસભા ચૂંટણી પણ નજીક આવી ગઈ છે. એને જોતા હવે ભાજપે અમિત શાહને મોટી જવાબદારી સોંપી છે. અમિત શાહે પોતાના નિવાસસ્થાને 26 ઓક્ટોબર સવારે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમિત શાહ પાસે અત્યારે મોટી જવાબદારી છે, તેમને ગુજરાતનો ગઢ જાળવી રાખવા માટે સતત એક્ટિવ રહેવાનું છે. અમિત શાહે ગુજરાતના તમામ ઝોનના આગેવાનો સાથે બેઠક કરીને અત્યારે ચૂંટણી જીતવાનો ખાસ પ્લાન પણ બનાવી લીધો છે.

ADVERTISEMENT

મુખ્યમંત્રીએ રાજ્યની સુખ સમૃદ્ધિ મુદ્દે કરી પ્રાર્થના
સંવત 2079ની શરૂઆત ગુજરાતમાં સુખાકારીરૂપ રહે એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પંચદેવ મંદિરે આવ્યા હતા. અહીં વહેલી સવારે તેમણે ભગવાનના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. એટલું જ નહીં આની સાથે તેમણે રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય, પ્રગતિ, વિકાસ અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આની સાથે મંદિર પરિસરમાં હાજર તમામ નાગરિકોને તેમણે નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાજપે કેમ ધારાસભ્યોને શહેર છોડીને ન જવા કહ્યું…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. એવામાં ભાજપના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં મતક્ષેત્ર સાથે જોડાયેલા હોદ્દેદારોને દિવાળીના વેકેશનમાં બહાર ન જવા તાકીદ કરી છે. જેથી ચૂંટણીની જાહેરાત સમયે આ હોદ્દેદારો તેમની સાથે રહે અને જરૂર પડે ત્યાં પોતાના માટે લોબિંગ પણ કરે. બીજી તરફ ધારાસભ્યોએ પણ ચૂંટણી પહેલા દિવાળીમાં સંપર્કો વધારી દીદા છે અને પોત-પોતાના મતક્ષેત્રોમાં શુભેચ્છકો સાથે મુલાકાત કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવા છતાં ધારાસભ્યોએ લોકસંપર્ક ચાલુ રાખ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT