Amit Shah આજે વતન માણસામાં પરિવાર સાથે કુળદેવીની આરતી ઉતારશે, જાણો સમગ્ર કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દિલ્હીથી મોટા નેતાઓના પ્રવાસ વધ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે તેઓ ગાંધીનગરમાં એક બાદ એક એમ કુલ 7 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. જેમાં પોતાના વતન માણસામાં માતાજીની આરતી ઉતારશે. આ સાથે જ તેઓ રૂપાલના વરદાયિની માતાજીના દર્શન કરશે.

શું હશે અમિત શાહનો આજનો કાર્યક્રમ?
સવારે 10.30 વાગ્યે કલોલની KIRC કોલેજ દ્વારા નિર્માણ પામનાર 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આ બાદ બપોરે 12 વાગ્યે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીના દર્શન કરશે તથા નવનિર્મિત સુવર્ણજડીત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકાશે. બપોરે 12.25 વાગ્યે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કરશે.

માણસામાં ઉજવશે નવરાત્રી
બપોરે 3.30 વાગ્યે લેકાવડામાં GTUના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. સાંજે 5 વાગ્યે અંબોડ ખાતે પૌરાણિક મહાકાળી મંદિરના દર્શન કરશે અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરના વિકાસ માટેના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે. સાંજે 5.45 વાગ્યે માણસામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નવનિર્માણ પામનાર સમૌ શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું ભૂમિપૂજન કરશે. આ બાદ આજે બીજા નોરતે માણસામાં બુહચર માતાજીના દર્શન કરી આરતી ઉતારશે.

ADVERTISEMENT

PM મોદી પણ 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સપ્ટેમ્બરના અંતમાં 29 અને 30 તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સુરત, ભાવનગર, અમદાવાદ તથા અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના મેટ્રો રૂટનો લીલીઝંડી આપીને તેઓ પ્રારંભ કરાવશે.

    follow whatsapp

    ADVERTISEMENT