અમિત શાહે ગૌરવ યાત્રામાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો, કહ્યું- ગુજરાતમાં કોંગ્રેસે તો માત્ર રમખાણો જ સર્જ્યા છે
અમદાવાદઃ ચૂંટણી પ્રચાર માટે ભાજપે જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. તેવામાં અમિત શાહે અમદાવાદથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાને ગ્રિન સિગ્નલ આપ્યું હતું. આ દરમિયાન…
ADVERTISEMENT
અમદાવાદઃ ચૂંટણી પ્રચાર માટે ભાજપે જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. તેવામાં અમિત શાહે અમદાવાદથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાને ગ્રિન સિગ્નલ આપ્યું હતું. આ દરમિયાન તેમણે સંબોધન દરમિયાન કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ યાત્રા પાછળના હેતુથી લઈને તેમણે PM મોદીના નેતૃત્વમાં ગુજરાતે કરેલા વિકાસની ઝાંખી બતાવી હતી. એટલું જ નહીં તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં માત્ર રમખાણો જ સર્જાયા છે. જ્યારે ભાજપના આગમન પછી જ રાજ્યનો વિકાસ રથ પૂર ઝડપે આગળ વધી રહ્યો છે.
કોંગ્રેસના રાજમાં રમખાણો જ સર્જાયા છે- અમિત શાહ
ગુજરાત પર કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું છે. લોકોએ તેમના રાજને ઉંડાણપૂર્વક જોયું છે તથા આ સમયગાળા દરમિયાન લોકો વીજળીથી લઈ અન્ય પ્રાથમિક જરૂરિયાતો માટે વલખા મારી રહ્યા હતા. એ કાળ પણ લોકોએ જીવ્યો છે. કોંગ્રેસે ગુજરાતમાં માત્ર રમખાણો જ સર્જ્યા હોવાના આકરા પ્રહારો પણ અમિત શાહે કર્યા છે.
ભાજપે ગુજરાતને વિકાસનો પંથ બતાવ્યો
અમિત શાહે કહ્યું, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની સેવા અર્થે પહોંચ્યા ત્યારે સ્થિતિ બહુ ખરાબ હતી. કોંર્ગેસના રાજમાં મોટાભાગના લોકોને પ્રાથમિક જરૂરિયાતો પણ મળી નહોતી. તેવામાં ભાજપ સરકારે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને પાયાની તમામ જરૂરિયાતો જેવી કે વીજળી, પાણીનો પુરવઠો પહોંચાડ્યો. કોંગ્રેસના રાજમાં તો મોટાભાગના દિવસો તો કર્ફ્યૂમાં જ પસાર થઈ જતા હતા. ભાજપની સરકાર આવ્યા પછી ગુજરાતમાં શાંતિ સ્થાપિત થઈ છે અને વિકાસની રાહે આગળ વધતા શીખ્યા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT