ચૂંટણીનો ખેલ જામ્યો: સંતરામપુરમાં અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. દેજભારના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સંતરામપુર વિધાનસભા માટે આજે જનસભા સંબોધી હતી. જેમા અમિત શાહે કહ્યું કે,  કોંગ્રેસે હંમેશા આદિવાસીઓ, ગરીબો અને વંચિતોનું વોટ બેન્ક તરીકે શોષણ જ કર્યું છે. તેઓના ઉત્થાન માટે એક પણ કામ ન કર્યું.

આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે  સંતરામપુર વિધાનસભામાં દિવડા કોલોની ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોરને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી. દિવડા કોલોની ખાતે અમિત  શાહે માનગઢ ધામના ગોવિંદ ગુરુ , બિરસા મુંડા અને માનગઢ માં શહીદી વ્હોરી લેનાર વીર આદિવાસીઓને પ્રણામ કરતા પોતાના વક્તવ્યની શરૂઆત કરી. ભાજપ સરકાર દ્વારા દેશના રાષ્ટ્રપતિ આદિવાસીને બનાવવાનું કામ કર્યું આદિવાસી બહેન દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદે બેસાડ્યા.

આદિવાસી પત્તું ખેલયુ
અમિત શાહે આદિવાસી પત્તા ખોલતા કહ્યું કે, નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટી, ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને ઠેર ઠેર આદિવાસી દીકરા દીકરીઓને ભણવા સંસ્થાઓ સ્થાપી. ભુપેન્દ્રભાઈની સરકારે આદિવાસીઓ માટે એક લાખ કરોડનું બજેટ ફાળવ્યું. કોંગ્રેસની નીતિરીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા આદિવાસીઓ, ગરીબો અને વંચિતોનું વોટ બેન્ક તરીકે શોષણ જ કર્યું છે. તેઓના ઉત્થાન માટે એક પણ કામ ન કર્યું.

ADVERTISEMENT

રસીકરણને બનાવ્યો મુદ્દો
નરેન્દ્રભાઈએ 130 કરોડ જનતાને રસી મફત મુકાવી. રાહુલ બાબા જે ના પાડતા હતા તેમને પણ અંધારામાં જઈને રસી મુકાવી દીધી. ભારતીય જનતા પાર્ટીની સરકારે 230 કરોડ કોરોનાના ડોઝ આપી દેશને કોરોના થી મુક્ત કરવાનું કામ કર્યું. કોરોનાના સંકટકાળમાં નરેન્દ્રભાઈએ સવા બે વર્ષ સુધી મફત અનાજ આપી ઘરના ચૂલા સળગતા રાખ્યા, દરેક ગામમાં પાણી, દરેક ગામમાં વીજળી પહોંચાડી આદિવાસી વિસ્તારના એક-એક ગામને રોડ ને જોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું.

ધાર્મિક જસ લીધો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે,  ગોવિંદ ગુરુના સ્મારકને રાષ્ટ્રીય સ્મારક બનાવવાનું આયોજન ભાજપે કર્યું. વધુમાં અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ તેમ જણાવ્યું ત્યારે જનમેદનીએ ઉત્સાહ સાથે હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો. તેમણે જણાવ્યું કે બાબરે તોડ્યું ત્યાર પછી આઝાદી મળી ત્યારથી આ મંદિરને લટકાય લટકાય કર્યું.રાહુલ બાબા રોજ સવારે પૂછતા હતા મંદિર વહી બનાયેંગે પર તારીખ નહિ બતાયેંગે આજે હું તારીખ પણ કહું છું પહેલી જાન્યુઆરીએ રામ મંદિર ખુલ્લું મુકાશે.પાવાગઢ મહાકાળીનું મંદિર પર મજાર હતી તે પણ હટાવી ધજા લહેરાવવાનું કામ કર્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT