અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન, મુખ્યમંત્રિ પદના કાર્યભાર વિશે મોટા અપડેટ્સ
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ઉમેદવારોની યાદી બહાર પડ્યા બાદ ફોર્મ ભરવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે. વિવિધ વિસ્તારથી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ઉમેદવારોની યાદી બહાર પડ્યા બાદ ફોર્મ ભરવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે. વિવિધ વિસ્તારથી દિગ્ગજો રોડ શો દ્વારા ફોર્મ ભરવા માટે જતા નજરે પડી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહની હાજરીમાં રોડ શો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરાશે.
ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર ખાતે દર્શન કર્યા
અહેવાલો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં ત્રિમંદિર ખાતે દર્શન કર્યા હતા. આની સાથે જ તેમણે દાદા ભગવાનની સમાધિ સામે શીશ ઝૂકાવ્યું હતું. ત્યારપછી પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરી હતી તથા અમિતશાહનું પણ સ્વાગત કરાયું હતું.
ADVERTISEMENT
અમિત શાહે સંબોધન કર્યું…
આ દરમિયાન અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પછી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. અહીં ફોર્મ ભરવા માટે પણ ઘણા સમાજના લોકો આવ્યા છે. વળી આની સાથે અમિત શાહે લોકોને ઉંચા અવાજે ભારત માતા કી જયના નારા લગાડવાનું કહ્યું હતું.
મુખ્યમંત્રીએ કહી આ વાત…
બીજી બાજુ મુખ્યમંત્રીએ લગભગ 3 મિનિટ સુધી જ સંબોધન કર્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યું કે અત્યારે મને દરેકનો સહકાર મળી રહ્યો છે તેથી જ લાગી રહ્યું છેકે આ ગુજરાત મેં બનાવ્યું..આની સાથે તેમણે લોકોના આશીર્વાદ માંગ્યા હતા. તથા એમ પણ કહ્યું હતું કે ઘાટલોડિયાની જનતા મારા પરિવાર સમાન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT