અમિત ચાવડાએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સાંભળ્યો ચાર્જ, જનતાને કરી આ અપીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. આ દરમિયાન કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. ભાજપને 156 બેઠક કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે   થઈ છે. ત્યારે વિધાનસભા નિયમ પ્રમાણે કુલ બેઠકના 10 ટકા જેટલી બેઠક પક્ષ પાસે હોય તેજ પક્ષ વિરોધ પક્ષ તરીકે રહી શકે છે. પણ કોંગ્રેસને 17 બેઠકો પ્રાપ્ત થઈ છે. તેમ છતાં કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારે આજે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેનો ચાર્જ સાંભળ્યો છે.

આજે વિધાનસભામાં કોંગ્રેસ દળના નેતાનો ચાર્જ સંભાળવા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા હતાં. તેમની સાથે ઉપનેતા તરીકે દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ પહોંચ્યા હતાં. ચાર્જ સંભાળ્યા પહેલાં તેમણે પૂજા અર્ચના કરી હતી. અમિત ચાવડાએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો ત્યારે કોંગ્રેસના 17માંથી 4 ધારાસભ્યો ગેરહાજર રહ્યાં છે.

ગુજરાતની જનતાને કરી આ અપીલ 
ગુજરાતની જનતાનેઅપીલ કરતાં કહ્યું કે, જે પણ પ્રશ્નો કે  સૂચનો હોય તે કોંગ્રેસ પક્ષના કાર્યાલય સુધી પહોંચાડજો. ટૂંક સમયમાં વોટસએપ નંબર અને ઈમેઇલ આઈડી જાહેરાત કરવામાં આવશે. લોકો સીધી જ ફરિયાદ કરી શકે તે માટે કોંગ્રેસ પક્ષનું આયોજન થયું. દર મંગળવારે વિધાનસભા કોંગ્રેસ પક્ષની કચેરીમાં કોઈપણ નાગરિક એપોઇમેન્ટ વગર મળી શકશે. પોતાના પ્રશ્નો પહોંચાડી શકે છે. લોકોનો અવાજ બનવાની જવાબદારી સ્વીકારી છે.

ADVERTISEMENT

જુનિયર ક્લાર્કની ભરતીમાં સેટિંગ અત્યારથી શરૂ! યુવરાજસિંહે કહ્યું સરકારને કોઇ રસ જ નથી

વિયપક્ષણ નેતા અંગે આપ્યું નિવેદન
વિધાનસભામાં જે પણ બીજા નંબરની પાર્ટી હોય  તેને વિપક્ષનું સ્થાન માંલે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી અને વિપક્ષમાં 14 જેટલા ધારાસભ્ય હોવા છતાં વિપક્ષ નેતા અને વિપક્ષનું પદ આપવામાં આવ્યું હતું. અમે આશા રાખીએ સ્પીકર સાહેબ આ અંગે નિર્ણય લે. કોંગ્રેસ લોકોનો અવાજ બનવા માંગે છે.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર 

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT