કોંગ્રેસના મુખ્યમંત્રી ચહેરા અંગે અમિત ચાવડાએ કર્યો ખુલાસો, જાણો કયા સમાજને મળશે મોકો

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ, આણંદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં પાંચમી તારીખે મતદાન થવાનું છે. એવામાં આણંદ જિલ્લામાં પણ બીજા તબક્કામાં મતદાન થવાનું છે. એવામાં આજે પ્રચારના પડઘમ શાંત પડશે. તે પહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પોતાના ગઢ એવા આંકલાવ વિધાનસભામાં જન સભાને સંબોધી હતી.  આ દરમ્યાન અમીત ચાવડાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતની આ ગરીબ પ્રજા અને મધ્યમવર્ગના લોકો ઈચ્છી રહ્યા છે કે,  અમારા પૈકીનો મુખ્યમંત્રી બને અમારા પૈકી કામ કરવાવાળા લોકો મંત્રી બને અમારી ચિંતા કરવા વાળી સરકાર બને ત્યારે આ વખતે ગરીબોની સરકાર બનશે સામાન્ય લોકોમાંથી આવનારો વ્યક્તિ મુખ્યમંત્રી બનશે.
આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા બેઠક એ કોંગ્રેસનો ગઢ છે અને આગળમાં ગાબડું પાડવા માટે ભાજપ તો એની ચોટીનું જોર લગાવી રહ્યું છે પરંતુ કોંગ્રેસ પણ પોતાનો ઘર જાળવી રાખવા માટે પૂરજોશમાં લાગ્યું છે એવામાં  હાલના ધારાસભ્ય અને આંકલાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ જન સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ” વર્ષ 2004 માં જ્યારે બોરસદ વિધાનસભાની પેટા ચૂંટણી આવી ત્યારે બધાએ એક થઈને મને કોંગ્રેસનો ઉમેદવાર બનાવ્યો. અત્યારે જેમના નામથી આપણને બીવડાવે છે , એ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એજ અમીત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. આ બોરસદ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી જીતવા માટે અમિત શાહને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. એક મહિનો રોકાયા હતા. 12-12 મિનીસ્ટરો, 40-40 ધારાસભ્યો આ વિસ્તારમાં ગામેગામ એક એક મહિના સુધી પડાવ નાખ્યો. એમને એમ હતુ કે, આ વિસ્તારના લોકોને ડરાવીશું, ધમકાવીશું, લલચાવીશુ, દબાવીશુ, એમને ખબર નહોતી કે આ તો મહીસાગરના મોતી છે. કોઈનાથી ડર્યા નથી , દબાયા નથી, અને એ વખતે મહિસાગરના મોતીએ પોતાની તાકાત બતાવી હતી. આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો ઝંડો ફરકાવ્યો હતો. અહીની જનતા અમિત ચાવડાને નહી પરંતુ પંજાને જોઈને વોટ આપે છે.
ડબલ એન્જીન સરકાર પર કટાક્ષ કર્યો 
ડબલ એન્જીન સરકાર પર કટાક્ષ કરતા અમિત ચાવડાએ કહ્યુ કે,  27 વર્ષની સરકાર ભાજપની છે વારંવાર લોકોએ ચૂંટીને મોકલ્યા છે પાછું સૂત્ર આપ્યું છે ભરોસાની ભાજપ સરકાર .  આ સરકારના ભરોસે જો રહ્યા તો કોરોનામાં આપણે બધાએ ભોગવ્યું છે આ સરકારને આગોતરી જાણ હતી કે કોરોના મહામારી આવે છે એની કોઈ પણ જાતની તૈયારી ના કરી આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાના કપરા સમયમાં આપણે બધાએ જોયું કે, હોસ્પિટલમાં હોસ્પિટલમાં જઈએ તો ખાટલો ના મળે ઓક્સિજનનો બાટલો ના મળે 1000 રૂપિયાનું રેમડીસીવર ઇન્જેક્શન 10,000 ,20,000 ,30,000 માં આપણે કાળા બજારમાં ખરીદવું પડ્યું. વેન્ટીલેટરની રાહ જોતા જોતા આપણા કેટલાય સ્વજનો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં કે ગાડીમાં તરફડી તરફડીને મરતા આપણે જોયા છે .
ભાજપ પર કર્યા આકરા પ્રહાર
સરકારને કારણે ત્રણ લાખ કરતા વધારે લોકોના કોરોનામાં મૃત્યુ થયા આ કોઈ કુદરતી મૃત્યુ ન હતા આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની ગુનાહોત બેદરકારીના કારણે થયેલી હત્યાઓ હતી આ ત્રણ લાખ લોકોની હત્યા માટે જવાબદાર આ ભારતીય જનતા પાર્ટીના પાપી શાસકોને જો ઘર ભેગા કરવા હોય તો પાંચમી તારીખે એક નંબરનો બટન દબાવજો અને મતદાન કરવા જાવ ત્યારે તમારી આંખો સામે કોરોનાના દિવસો દેખાવા જોઈએ આ ત્રણ લાખ લોકોના જે મોત થયા છે એમની આત્માને ત્યારે જ શાંતિ મળશે જ્યારે આ પાપી સરકાર ઘર ભેગી થશે અને એટલા માટે આપણી સરકાર જોઈએ આણંદ જિલ્લો 1998 માં બન્યો આજે 24 વર્ષ થયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 24 વર્ષમાં આણંદ જિલ્લાના લોકો માટે એક સિવિલ હોસ્પિટલ ન બનાવી. આણંદ જિલ્લાના લોકો માટે 24 વર્ષમાં એક સિવિલ હોસ્પિટલ ના બની પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારીની સરકારને એના મળતીયાઓએ ચાર મહિનામાં 4 કરોડનું ભાજપનું કમલમનું કાર્યાલય બનાવી દીધું અને પૈસા ક્યાંથી આવ્યા?
મોરબી ઘટના પર કર્યા પ્રહાર 
હમણાં કોઈ કહેતું હતું કે ભાજપનો વિકાસ એટલે મોરબી નો પુલ એ મોરબીના પુલમાં ભ્રષ્ટાચાર કર્યો એ પૈસા ખાઈ ગયા એના કારણે 190 કરતાં વધારે લોકોના જીવ ગયા. અહીં આણંદમાં પણ બ્રિજ તૂટ્યો તો ખ્યાલ છે કે નહીં. એ બ્રિજ તૂટ્યો અને જે ભ્રષ્ટાચાર થયો એ જ પૈસામાંથી આ કમલમના કાર્યાલય બન્યા છે. કોઈના ખિસ્સામાંથી નથી આવ્યા. ચાર મહિનામાં ચાર કરોડનું કાર્યાલય બન્યું .પરંતુ 24 વર્ષમાં જિલ્લાના લોકો માટે સિવિલ હોસ્પિટલ ના બની. પણ જો કોંગ્રેસની સરકાર બનશે તો એક જ મહિનાની અંદર આણંદ જીલ્લામા સિવિલ હોસ્પિટલનુ ખાત મુહૂર્ત થશે. ખાત મુરત ન થાય તો અમિત ચાવડા જાહેર જીવનમાં રહેશે નહીં. એટલો સંકલ્પ આજે કરીએ છીએ
મુખ્યમંત્રીના ચહેરા અંગે કર્યો ખુલાસો
કોંગ્રેસના મુખ્યમંત્રીના ચહેરા અંગે જવાબ આપતા જણાવ્યું કે, ” ગુજરાતમાં જે રીતે સામાજિક પરિસ્થિતિ છે, સમીકરણો છે , 52% વસ્તી ધરાવતો ઓબીસી સમાજ , 7% વસ્તી દલિત સમાજની 14% વસ્તી આદિવાસી સમાજની અને 9 ટકા વસ્તી લઘુમતી સમાની. આ ગરીબ સમાજો છે. એસ.ટી.એસ.સી, ઓબીસી માઈનોરીટી સમાજને આ 27 વર્ષમાં સૌથી વધારે શોષવવુ પડ્યું છે. સૌથી વધારે અન્યાય થઈ રહ્યો છે. અને એવા સમયમાં આ સમાજોની માંગણી છે કે અમારી ચિંતા કરવાવાળી સરકાર આવે, અમારા માટે કામ કરવાવાળી સરકાર આવે, નહીં કે ખાલી અમારા મતનો ઉપયોગ કરીને ઉદ્યોગપતિઓના ખોળે બેસવા વાળી સરકાર. ત્યારે સમગ્ર ગુજરાતની આ ગરીબ પ્રજા અને મધ્યમવર્ગના લોકો ઈચ્છી રહ્યા છે કે,  અમારા પૈકીનો મુખ્યમંત્રી બને અમારા પૈકી કામ કરવાવાળા લોકો મંત્રી બને અમારી ચિંતા કરવા વાળી સરકાર બને ત્યારે આ વખતે ગરીબોની સરકાર બનશે સામાન્ય લોકોમાંથી આવનારો વ્યક્તિ મુખ્યમંત્રી બનશે.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT