હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો આગામી 5 દિવસ કેવી રહેશે ઠંડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: નવું વર્ષ શરું થવાની સાથે ઠંડીનો પારો ગગડવા લાગ્યો છે.  ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યું છે. તેવામાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય અહીં કડકડતી ઠંડીથી લોકોએ સ્વેટર પહેરી બહાર જવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે નવા વર્ષથી જ જાણો ઠંડીનો પારો સતત ગગડતો હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી સાથે ભારે પવનની એન્ટ્રી થઈ છે.  ડકડતી ઠંડી અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે.

રાજ્યમાં શીત લહેર ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, આગામી  5 દિવસ વાતાવરણ સૂકું રેહશે. આ સાથે  પવનની ગતિ ખૂબ તેજ થઇ રહી છે. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.  ત્યારે આવતીકાલથી પવનોની ગતિ ઘટશે. જ્યારે વધુ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. આવતીકાલથી તાપમાનનો પરો પણ ઊંચકાશે.

વરસાદની કોઈ સંભાવના નથી
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, વાતાવરણ આગળ 5 દિવસ માટે સૂકું રહેશે. ત્યારે  વરસાદની કોઈ સંભાવના નથી.  રાજ્યમાં આજે સૌથી નીચું તાપમાન 2 ડિગ્રી નીલિયમાં નોંધાયું જ્યારે અમદાવાદમાં સિઝનનું પ્રથમ વખત 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન નો પારો 2-3 ડિગ્રી ઊંચકાશે

ADVERTISEMENT

આબુમાં માઇનસ 6 ડિગ્રી સુધી પહોંચ્યું તાપમાન 
હાલમાં શિયાળાની ઋતુમાં આબુ કાશ્મીર બની ગયું છે. આજે સવારે માઇનસ 6 ડીગ્રીથી આબુમાં બરફની ચાદરો જોવા મળી હતી. શિયાળાની ઋતુમાં પણ ઠંડીનો નજારો માણવા પ્રવાસીઓ ઊમટ્યા ઉમટ્યા હતા અને અહીંની હોટલો પણ હાલ હાઉસફુલ જોવા મળી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT