મેઘા પાટકરને લઈ અમી યાજ્ઞિકનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મેઘા પાટકરને લઈ ગુજરાતનું રાજકારણ સતત ગરમ રહ્યું છે. મેઘા પાટકરના નામનો ઉલ્લેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં કર્યો હતો.અને ત્યાર થી જ ગુજરાતમાં અનેક મુદ્દે મેઘા પાટકર સતત ચર્ચામાં રહ્યા છે. ત્યારબાદ તે કોંગ્રેસની ભરત જોડો યાત્રામાં જોડાયા હતા. જેને લઈ અનેક વિવાદ સામે આવ્યા હતા. ત્યારે આ મામલે ગુજરાત તક બેઠકમાં સવાલ કરતાં કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસ પક્ષથી લડી રહેલા ઉમેદવાર અમી યાજ્ઞિકે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં કોઈ પણ જોડાઈ શકે. મેઘા પાટકરે જે મુદ્દા લીધા છે તે એક્ટિવિસ્ટ છે તે જોઇન કરી શકે છે. આ મામલે રાજનીતિ કરવાનો કોઈ મતલબ નથી.

અમી યાજ્ઞિકે કહ્યું કે મેઘા પાટકર એક એક્ટિવિસ્ટ છે અને તે પહેલા ભારતના એક નાગરિક છે. ભારત જોડો યાત્રામાં કોઈ પણ જોડાઈ શકે. તેમ કોઈ રાજનીતિ ન હોવી જોઈ. ઘણા લોકો જોડાયા છે. મેઘા પાટકરે જેટલા મુદ્દા લીધા છે ત્યાં તે એક્ટિવિસ્ટ છે. છેલ્લા 10 વર્ષથી જોઈ રહી છું કે તમે અમુક જાતના લોકો માટે નથી પોઝિટિવ રિસ્પોન્સ આવતો. એવું ન હોય દરેક વ્યક્તિ અભિવ્યક્તિ કરી શકે છે. મેઘા પાટકરે જે મુદ્દા લીધા છે તે એક્ટિવિસ્ટ છે તે જોઇન કરી શકે છે. આ મામલે રાજનીતિ કરવાનો કોઈ મતલબ નથી. બીજી વસ્તુ બધી વસ્તુમાં રાજનીતિ કરીએ છીએ.

મેઘા પાટકર જોડાયા ભારત જોડો યાત્રામાં
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામાજિક કાર્યકર્તા મેઘા પાટક જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી સાથે ચાલતા મેઘા પાટકર દેખાયા હતા. આ તસવીરો સામે આવ્યા બાદ ગુજરાતની રાજકીય દુનિયામાં પણ એક ગરમાવો આવી ગયો હતો.

ADVERTISEMENT

મુખ્યમંત્રી એ કર્યો હતો વિરોધ
રાહુલ ગાંધીની મેઘા પાટકર સાથેની તસવીરોને શેર કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે “કોંગ્રેસ અને રાહુલ ગાંધી વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે પોતાની દુશ્મની દેખાડી છે. મેઘા પાટકરે પોતાની યાત્રામાં કેન્દ્રીય સ્થાન જોઈને રાહુલ ગાંધીએ દેખાડ્યું કે તેઓ એ તત્વોની સાથે ઊભા છે જેમણે દશકો સુધી ગુજરાતીઓને પાણીથી વંચીત રાખ્યા છે. ગુજરાત આને સહન નહીં કરે.

    follow whatsapp

    ADVERTISEMENT