અમદાવાદમાં પેપર કપ બાદ હવે પ્લાસ્ટિકના ઝભલાં પર પ્રતિબંધ, AMC કડક પગલાં લેવાના મૂડમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં પેપર કપ અને પ્લાસ્ટિકની થેલીમાં ચા આપવા પર પ્રતિબંધ બાદ હવે AMC દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોર અને શાકભાજીના ફેરીયા અને દુકાનદારો પર મોટો ઘા ઝિંકતા પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. મ્યુનિ. કમિશનર દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે.

120 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ
આ અંગે AMCના સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્વચ્છતા વધુ સરસ બને તે માટે મહાનગર પાલિકા કડક પગલા લઈ રહી છે. ચાની કીટલીઓ પર પેપર કપ પર પ્રતિબંધને અમદાવાદીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ત્યારે ભારત સરકારના નવા નિયમ મુજબ હવે કોઈપણ વ્યક્તિ 120 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિક બેગનો ઉપયોગ નહીં કરી શકે. અમદાવાદમાં પણ આ નિયમનું પાલન કરાશે.

AMCની ટીમો વેપારીઓને સમજાવશે
શહેરની મેડિકલ સ્ટોર તથા શાકભાજી વેચતા ફેરીયાઓ સહિત વેપારીઓને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં આગામી એક સપ્તાહ સુધી AMCની વિવિધ ટીમો શહેરમાં વેપારીઓ અને ફેરીયાઓને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા માટે સમજાવશે. આ બાદ પણ જો નિયમનું પાલન કરવામાં નહીં આવે તો એકમને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

કેમ મૂક્યો પ્લાસ્ટિક પર પ્રતિબંધ?
નોંધનીય છે કે, શહેરમાં પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરીને તેને રસ્તા પર જ ફેંકી દેવામાં આવતી હોય છે. જેના પગલે કચરો અને ગંદકી વધે છે અને ચોમાસાની સીઝનમાં ગટર બ્લોક થઈ જતા પાણી ભરાવા સહિતની સમસ્યાઓ સર્જાતી હોય છે. એવામાં હવે જોવાનું રહેશે કે ખરેખર AMC પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધનો કડક અમલ કરાવવામાં આવશે કે પછી માત્ર અગાઉની જેમ નિયમ બનાવી લોકો પર તેનું પાલન કરવાનું છોડી દેશે તે ખાસ જોવાનું રહેશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT