AMCનું રૂ.9482 કરોડનું બજેટ રજૂ થયું, સરકારે મંજૂર કરેલી જંત્રીના પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ માટે રાહત
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સુધારા સાથેનું બજેટ આજે રજૂ કર્યું હતું. જેમાં કમિશનરે સૂચવેલા ટેક્સ વધારામાં થોડો ઘટાડો કરાયો છે અને મિલકત વેરામાં વધારો થયો…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સુધારા સાથેનું બજેટ આજે રજૂ કર્યું હતું. જેમાં કમિશનરે સૂચવેલા ટેક્સ વધારામાં થોડો ઘટાડો કરાયો છે અને મિલકત વેરામાં વધારો થયો છે. કમિશનરના 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસક પક્ષે વધારો કર્યો છે અને 9482 કરોડનું સુધારા બજેટ રજૂ કર્યું છે. જોકે શહેરીજનો માટે રાહતના સમાચાર એ છે કે રાજ્ય સરકારે મંજૂર કરેલી જંત્રીનો પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી અમલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અન્ય શું લાભ મળશે?
AMCના બજેટમાં ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારાને લાભ મળશે. જે મુજબ 13 ટકા રીબેટ અપાશે જ્યારે 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14 ટકા રીબેટ અપાશે. મનપામાં નવા સમાવાયેલા બોપલ-ઘુમા, ચિલોડા, નરોડા, કઠવાડા, સનાથળ, વિશાલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસિયા, રણાસ, ખોડિયાર તથા નાના ચિલોડો સહિતના વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાશે. જ્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે અને વાહનવેરાના દરો પણ યથાવત રખાયા છે.
પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો
આજે રજૂ કરાયેલા AMCના બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં અંશતઃ વધારો કરાયો છે. જેમાં રહેઠાણ મિલકતોમાં 16ના બદલે પ્રતિ ચોરસ 20 રૂ. ચાર્જ ચોકવવો પડશે. આવી જ રીતે બિન રહેણાંક મિલકતો માટે 28ના બદલે 34 રૂપિયા ટેક્સ કરાયો છે. ઉપરાંત નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે રૂ.25 કરોડ ફાળવાયા છે. અસારવા-ઓમનગર રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન છે. ડાયાલીસીસ સેન્ટર બનાવવા રૂ.5 કરોડ ફાળવાયા છે.સાથે જ શહેરના તમામ ઝોનમાં યોગા સેન્ટર બનાવવાનો નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
ગ્રાન્ટમાં પણ વધારો કરાયો
બજેટમાં કોર્પોરેટર, કમિટી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેટરની 30 લાખની ગ્રાન્ટમાં રૂ.10 લાખનો વધારો કરાયો છે. સાથે કમિટી ચેરમેનની ગ્રાન્ટમાં રૂ.10 લાખ અને ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં રૂ.5 લાખનો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT