‘મને ગાળો આપી, મારું કરિયર બર્બાદ કર્યું’, અંબાતી રાયડુએ સંન્યાસ લેતા જ પૂર્વ ક્રિકેટર પર કર્યા ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ તાજેતરમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી તેના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ હતી, પરંતુ હવે તેના એક નિવેદને ભૂકંપ લાવી દીધો છે. રાયડુએ બીસીસીઆઈના પૂર્વ ચીફ સિલેક્ટર અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ચીફ પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. રાયડુએ કહ્યું કે, આ બંનેના કારણે મારી કારકિર્દી બરબાદ થઈ ગઈ અને મને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યો.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ચીફ પર આક્ષેપ
રાયડુએ આ આરોપ શિવલાલ યાદવ પર લગાવ્યો છે, જે હૈદરાબાદ ક્રિકેટના એડમિનિસ્ટ્રેટર હતા. રાયડુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘શિવલાલ યાદવે તેના પુત્ર માટે મને બરબાદ કરી દીધો. શિવલાલ તેના પુત્રને પ્રમોટ કરવા માંગતા હતા, તેથી તેણે મારી કારકિર્દી બગાડી.

રાયડુએ કહ્યું, ‘જ્યારે મેં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું ત્યારે હૈદરાબાદ ક્રિકેટમાં રાજકારણ શરૂ થયું. શિવલાલ યાદવે તેમના પુત્ર અર્જુન યાદવને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી અપાવવા માટે મને હેરાન કર્યો. હું અર્જુન કરતાં વધુ સારી રીતે રમી રહ્યો હતો, જેના કારણે મને સતત હેરાન કરવામાં આવતો હતો.

ADVERTISEMENT

તેણે કહ્યું, ‘હું 2003-04માં ઇન્ડિયા A ટીમમાં હતો. મેં આ ટીમ વતી ધમાકેદાર રમત કરી હતી, પરંતુ બીજા જ વર્ષે શિવલાલ યાદવના ખાસ લોકો પસંદગી સમિતિમાં જોડાઈ ગયા. સારું પ્રદર્શન કરવા છતાં એક વર્ષ સુધી મારી સાથે વાત ન કરી. આ દરમિયાન શિવલાલના ભાઈએ મને હેરાન કર્યો અને ગાળો પણ આપી. મારી સાથે કોઈ વાત કરતું ન હતું અને જો કોઈ મારા માટે અવાજ ઉઠાવે તો તેને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવતો હતો. આ બધાથી પરેશાન થઈને મેં હૈદરાબાદ છોડી દીધું અને આંધ્ર પ્રદેશ તરફથી રમવાનું શરૂ કર્યું.

વેંકટેશ પ્રસાદને પણ નિશાન બનાવ્યા
હૈદરાબાદથી આંધ્રપ્રદેશ આવ્યા બાદ પણ રાયડુની મુશ્કેલીઓ ઓછી થઈ નહીં. આંધ્ર પ્રદેશની ટીમના કેપ્ટન વેંકટેસ પ્રસાદ સાથે તેનો મતભેદ થઈ ગયો, જેઓ પાછળથી મુખ્ય પસંદગીકાર બન્યા હતા. પ્રસાદ સાથેના વિવાદને કારણે તે ફરીથી હૈદરાબાદ આવ્યો.

ADVERTISEMENT

આ પછી, રાયડુ અને પ્રસાદ વર્ષ 2019 વર્લ્ડ કપમાં ચર્ચામાં આવ્યા હતા. રાયડુ ટીમમાં જગ્યા બનાવવાનો સૌથી મોટો દાવેદાર હતો પરંતુ તેની જગ્યાએ વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી રાયડુએ પ્રસાદ વિરુદ્ધ ટ્વિટ કર્યું જે વાયરલ થયું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT