અબજોપતિઓની ટોપ-10 યાદીમાં અંબાણી અદાણીથી નીકળ્યા આગળ, બંનેની સંપત્તિમાં આટલો તફાવત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટની જાહેરાત વચ્ચે મુકેશ અંબાણીએ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીના શેરમાં ઘટાડાને કારણે તેમની નેટ વર્થ ઘટીને  83.9 બિલિયન  ડોલર થઈ ગઈ છે. ત્યારે  મુકેશ અંબાણીએ હવે 84.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. ફોર્બ્સની આ યાદીમાં અદાણી 10માં નંબરે પહોંચી ગયા છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે વર્ષ 2023ની શરૂઆત સારી રહી ન હતી. અદાણીના શેરમાં ઘટાડાને કારણે હવે તે વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં 10મા નંબરે આવી ગયા છે. થોડા દિવસો પહેલા સુધી અદાણી આ લિસ્ટમાં ચોથા નંબર પર હતા, પરંતુ હવે તે મુકેશ અંબાણીની સરખામણીમાં એક સ્થાન નીચે સરકી ગયા છે. અંબાણી 9મા નંબરે છે.

ટોપ-10 અમીરોની યાદીમાં પાછળ રહી ગયેલા અદાણી પણ એક દિવસમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે.  20.8 બિલિયન ડોલરના એક દિવસીય ઘટાડા પછી, તે એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગની રેન્કમાં જોડાઈ ગયો છે. એલોન મસ્ક એક દિવસમાં સૌથી વધુ $35 બિલિયન, માર્ક ઝકરબર્ગ  31 બિલિયન ડોલર અને જેફ બેઝોસે  20.5 બિલિયન ડોલર ગુમાવ્યા.

આછે ટોપ 10 ની યાદીમાં 
વિશ્વના અન્ય અમીર લોકોની વાત કરીએ તો ટોપ-10 અબજપતિઓની યાદીમાં 214 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વમાં પ્રથમ અને એલોન મસ્ક 178.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. જેફ બેઝોસ  126.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. લેરી એલિસન 111.9 બિલિયન ડોલર  સાથે ચોથા, વોરેન બફે  108.5 બિલિયન ડોલર સાથે પાંચમા, બિલ ગેટ્સ  104.5 બિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે.

ADVERTISEMENT

કાર્લોસ સ્લિમ હેલુ 91.7 અબજ ડોલરની સંપત્તિ સાથે અબજોપતિઓની યાદીમાં સાતમા સ્થાને છે. તેમાંથી લેરી પેજ 85.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે.  ત્યારે મુકેશ અંબાણી ફરી એકવાર ટોપ-10 અમીરોની યાદીમાં મજબૂત રીતે પાછા ફર્યા છે. મુકેશ અંબાણી  84.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં નવમા સ્થાને છે. અદાણી હવે 83.9 બિલિયન ડોલર સાથે દસમા નંબરે છે.

આ પણ વાંચો: Budget 2023: બજેટમાં નાણાંમંત્રીએ મહિલાઓને આપી મોટી ભેટ, યુવાનો માટે લેવાયો આ નિર્ણય

ADVERTISEMENT

આ કારણે અદાણીના શર્મા થયો ઘટાડો
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023ના રોજ એક રિપોર્ટ જાહેરત કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપને લઈને 88 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અને લોન અંગેના દાવા પણ કરવામાં આવ્યા હતા. તેની અસર ગ્રુપ કંપનીઓના શેર પર થઈ હતી. થોડી જ વારમાં ઘણી કંપનીઓના શેર તૂટ્યા. રોકાણકારોના સેન્ટિમેન્ટ પર રિપોર્ટની અસરને કારણે અદાણીની કંપનીઓના બોન્ડ્સ અને શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT