IPL ઈતિહાસનો અદભુત સંયોગ… ધોની-પંડ્યાની ટીમ આજે કરશે આ કમાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: લગભગ બે મહિના સુધી ચાલનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનનો આજે (28 મે) નિર્ણય લેવામાં આવશે. આ ટાઇટલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે.

ચેન્નાઈ પ્રથમ ક્વોલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ ગુજરાતે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે આઈપીએલના ઈતિહાસમાં આવો અદ્ભુત સંયોગ બની ગયો છે જે આજ સુધી બન્યો નથી. તેને એક અદ્ભુત રેકોર્ડ પણ કહી શકાય.

આ રેકોર્ડ શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે. વાસ્તવમાં, IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી હોય. ગુજરાત ફાઈનલમાં પહોંચતાની સાથે જ આ રેકોર્ડ બની જવાનો છે. હવે બંને ટીમો મેદાનમાં ઉતરતાની સાથે જ આ રેકોર્ડ પર મહોર લાગી જશે વર્તમાન સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે અમદાવાદમાં રમાઈ હતી. ત્યારબાદ ગુજરાતે તે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આ પછી ક્વોલિફાયર-1માં પણ ચેન્નાઈ અને ગુજરાત ટકરાયા હતા. જ્યાં ચેન્નાઈએ જીત મેળવીને બદલો લીધો અને સાથે જ ફાઈનલમાં પ્રવેશ કર્યો.

ADVERTISEMENT

ચેન્નાઈની ટીમ 4 વખત ચેમ્પિયન બની
IPLમાં 5 વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના નામે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019, 2020 સીઝનમાં આ તમામ ખિતાબ જીત્યા છે. આ સિવાય ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે બીજી સૌથી વધુ 4 વખત (2010, 2011, 2018, 2021) ટાઇટલ જીત્યું છે. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ બે વખત ટાઇટલ જીત્યું છે (ડેક્કન ચાર્જર્સ 2009, સનરાઇઝર્સ હૈદરાબાદ 2016). કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ બે વખત (2012, 2014) ચેમ્પિયન બની હતી. આ ત્રણ ટીમો સિવાય રાજસ્થાન રોયલ્સ (2008) અને ગુજરાત ટાઇટન્સ (2022) 1-1 વખત ટાઇટલ જીતી ચૂકી છે.

IPL ઓપનિંગ મેચ સંબંધિત મહત્વના આંકડા
પ્રથમ મેચ રમનાર ટીમ માત્ર 5 વખત ચેમ્પિયન બની (2011, 2014, 2015, 2018, 2020)
પ્રથમ મેચ માત્ર 3 વખત (2011, 2014, 2018) જીતનાર ટીમ ચેમ્પિયન બની હતી.
પ્રથમ મેચ હારનાર ટીમ માત્ર 2 વખત (2015, 2020) ચેમ્પિયન બની હતી, બંને વખત મુંબઈની ટીમે આ કારનામું કર્યું છે.

ADVERTISEMENT

IPL સિઝનમાં વિજેતા ટીમ
2008 રાજસ્થાન રોયલ્સ
2009 ડેક્કન ચાર્જર્સ
2010 ચેન્નાઈ સુપર કિંગ્સ
2011 ચેન્નાઈ સુપર કિંગ્સ
2012 કોલકાતા નાઈટ રાઈડર્સ
2013 મુંબઈ ઈન્ડિયન્સ
2014 કોલકાતા નાઈટ રાઈડર્સ
2015 મુંબઈ ઈન્ડિયન્સ
2016 સનરાઇઝર્સ હૈદરાબાદ
2017 મુંબઈ ઈન્ડિયન્સ
2018 ચેન્નાઈ સુપર કિંગ્સ
2019 મુંબઈ ઈન્ડિયન્સ
2020 મુંબઈ ઈન્ડિયન્સ
2021 ચેન્નાઈ સુપર કિંગ્સ
2022 ગુજરાત ટાઇટન્સ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT