અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું- મુખ્યમંત્રી ઠાકોર સમાજના હોવા જોઈએ, ચૂંટણી લડવા વિશે શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/પાલનપુર: ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા સાથે જ રાજકીય પક્ષોમાં ટિકિટને લઈને ભારે રસાકસી જામી છે. ત્યારે રાધનપુર બેઠક પરથી ભાજપમાં અલ્પેશ ઠાકોર અને સ્થાનિક ભાજપના નેતાઓ વચ્ચે ખેંચતાણ જામી છે. આ વચ્ચે અલ્પેશ ઠાકોરે પાલનપુરમાં ટિકિટને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલી સીટ પરથી ચૂંટણી લડીશ. ગુજરાતમાં ભાજપને 150થી વધુ સીટો મળશે.

ઠાકોર સમાજના મુખ્યમંત્રીની વાત કરી
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અન્ય પક્ષોએ ઠાકોર સમાજને સત્તાથી વિમુખ રાખ્યો છે. ક્ષણિક ઉશ્કેરાટ કરી અને ઠાકોર સમાજનો ઉપયોગ કર્યો છે. હું ઠાકોર સમાજને સત્તાની નજીક લઈ જવાનો પ્રયત્ન કરીશ. મને અને સમાજને લાગે છે કે મુખ્યમંત્રી ઠાકોર સમાજના હોવા જોઈએ.

ટિકિટ ન મળે તો શું કરશે અલ્પેશ ઠાકોર?
આ પહેલા ગઈકાલે પણ તેમણે એક નિવેદન આપ્યું હતું કે, અમે ધારીએ એટલી બેઠકો જીતી શકીએ છીએ. જો કે ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે. વર્ષો સુધી ઠાકોર સમાજને સત્તાથી વિમુખ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષોથી આ સમાજને સત્તાની સામે રાખવામાં આવ્યો છે. અમારો પ્રયાસ એવો છે કે દરેક સમાજ, દરેક વર્ગ ગુજરાતના એક-એક ખુણે સુધી સરકારના લાભો પહોંચ્યા હોય. ક્ષત્રિય ઠાકોર સમાજે પણ લાભ લેવો જોઈએ. ટિકિટ માગવાનો અધિકાર દરેક કાર્યકર્તાને છે. કોઈ એક નામ નથી દસ નામ છે. 50 નામ પણ હોય. મને ટિકિટ નથી મળતી તેમ છતાં હું કહું છું કે અમે કમળને જીતાડીશું. હું દાવાથી કહું છું કે ત્યાં આ વખતે કમળ જીતવાનું છે. ત્યાં વ્યક્તિ એક બાજુ મૂકી દો.

ADVERTISEMENT

ડીસામાં રડેલા કોંગ્રેસના નેતા પર માર્યા ચાબખા
આ સાથે જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નેતા પોપટજી દેલવાડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, ડીસામાં ટિકિટ માટે ધ્રસકે ને ધ્રૂસકે રડનારા પોપટજીએ સમગ્ર ઠાકોર સમાજને બદનામ કર્યો છે. પોપટજી ખુરશી માટે નાના છોકરાની જેમ રડતા હતા અને આ વ્યક્તિને જો કોંગ્રેસ એક નાનું મરચુ આપી દે તો પણ શાંત થઈ જાત.

    follow whatsapp

    ADVERTISEMENT