અલ્પેશ ઠાકોરે કોને ચેતવણી આપી! દારૂની પેટીઓના કેસ મુદ્દે કર્યો મોટો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. ત્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર ઘણા શાબ્દિક પ્રહારો કર્યા છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારના ભત્રિજાના ઘરેથી દારૂની પેટીઓ મળી આવવાની ઘટના મુદ્દે પણ તેમણે ઘટસ્ફોટો કર્યા છે. જેને લઈને તેમણે યુવાધનને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો પણ કોંગ્રેસ પર લગાવ્યા છે. ચલો આપણે સમગ્ર ઘટનાક્રમ પર વિગતવાર નજર કરીએ….

ચૂંટણીમાં દારૂની રેલમછેલ?
અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારી વિધાનસભામાં ગઈકાલે કોંગ્રેસ ઉમેદવારના ભત્રિજાના ઘરેથી દારૂની પેટીઓ પકડાઈ હતી. એટલું જ નહીં એના ઘરે 500 પેટી દારૂ એ પણ એના ઘરમાંથી મળી આવ્યો છે. આ કોંગ્રેસ શું કરવા માગે છે એ ખબર પડી રહી નથી.

ADVERTISEMENT

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ચેતવણી આપી!
ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરીને લખ્યું છે કે હું કોંગ્રેસના ઉમેદવારને અત્યારે ચેતવણી આપી રહ્યો છું. અમારી ભૂમી ગાંધીજી, સરદાર પટેલ અને સ્વામીનારાયણ ભગવાનની છે. આવી પ્રવૃત્તિઓ અમે ગુજરાતમાં બિલકુલ નહીં થવા દઈએ. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે જેના ઘરે દારૂની અંદાજિત 500 પેટીઓ મળી આવી છે તે કોંગ્રેસના ઉમેદવારનો ભત્રિજો છે. આવી પ્રવૃત્તિઓથી યુવાધન પર માઠી અસર પડતી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

કોંગ્રેસને ઘર ઘરથી ઉખાડી ફેંકો
વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસને શરમ ન આવી અને લખે છે કે ભાજપના કાર્યકર્તાને ત્યાં…હું એમ કહું કે ભત્રિજો તમારો, ઘર તમારા ભત્રિજાનું તેવામાં 500 પેટી દારૂ વેચી ગુજરાતના યુવા ધનને ખતમ કરવાનું કાવતરુ છે. આ કોંગ્રેસીયાઓને એક એક ઘરમાંથી ઉખાડીને ફેંકી દો એટલે શાંતિ થઈ જશે. આમ કોંગ્રેસે ગુજરાતને બરબાદ કરી નાખ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT