જો જો કોંગ્રેસ ગુજરાતની મતપેટીઓને અભડાઈ ન જાય, આને ખદેડી મૂકો- અલ્પેશ ઠાકોર

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે બીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. તેવામાં તમામ રાજકીય પક્ષો જનતાને રિઝવવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. ત્યારે દાંતા બેઠકના ઉમેદવારના પ્રચાર માટે અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા હતા. તેમણે પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જોજો આ કોંગ્રેસવાળા મતપેટીઓને અભડાઈ ન જાય. જાણો તેમના નિવેદન વિશે વિગતવાર…

જો જો ગુજરાતની મતપેટીને કોંગ્રેસ અભડાઈ ન જાય- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે કહ્યું કે જો જો આ કોંગ્રેસના લોકો ગુજરાતને અભડાઈ ન જાય. ગુજરાતની એકપણ મત પેટી પણ ન અભડાઈ જાય. જનતાને વધુમાં જણાવ્યું કે દારૂ વેચીને સત્તાનાં સપના જોતા જાતિવાદ ફેલાવીને સત્તાના સપના જોતા એવી આ કોંગ્રેસને ગુજરાતના એક એક ખૂણામાંથી ખદેડી મૂકો.

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આડેહાથ લીધી…
દાંતા બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં અલ્પેશ ઠાકોર આવ્યા હતા. સ્ટાર પ્રચારક તરીકે તેમણે આગવી ભૂમિકા ભજવી હતી. ત્યારે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસવાળા જાતિવાદ ફેલાવે, અફવા ફેલાવે છે. તેઓ વોટ બેંક જીવતી રાખવા માટે લોકોને અંદરો અંદર લડાવે છે.

With Input: શક્તિસિંહ રાજપૂત 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT