BJP ‘મુરતિયાં’ જાહેર કરે તે પહેલા જ અલ્પેશ ઠાકોરનો હુંકાર, અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી
વિપિન પ્રજાપતિ/પાટણ: ગુજરાતમાં ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની દરેક વિધાનસભામાં નેતાઓ ટિકિટ માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ/પાટણ: ગુજરાતમાં ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની દરેક વિધાનસભામાં નેતાઓ ટિકિટ માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. રાધનપુર સીટ પર 2 માથાઓ ભાજપમાં ટિકિટ લેવા પોતા પોતાના રીતે હથકંડાઓ અપનાવી રહ્યા છે ત્યારે રાધનપુરમાં બનાસ ડેરી દ્વારા દૂધ દિન તેમજ મહિલા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં GKTS ના સુપ્રીમો અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary) ઉપસ્થિત રહ્યા હતા.
અલ્પેશ ઠાકોરની રાધનપુરમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા
આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હું અહીંયા લડવાનો છું અને એ ત્યાં લડવાના છે. એટલે સંકેત સ્પષ્ટ છે કે રાધનપુરથી અલ્પેશ ઠાકોર લડશે અને વાવથી શંકર ચૌધરી. રાધનપુર પંથકમાં ચર્ચાનો દોર પણ ચાલ્યો જેમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર વચ્ચે સમજૂતીની વાટાઘાટો ચાલી રહી છે. જયારે રાધનપુરની આ સભામાં અલ્પેશે સ્પષ્ટ સંકેત પણ આપ્યા છે એમને એ પણ કહ્યું કે, હવે તો ચૂંટણીના ઢોલ વાગ્યા છે અને મારે અહીંથી પરણવું છે એટલે કે રાધનપુરથી ચૂંટણી લડવી છે.
શંકર ચૌધરી કટાક્ષ કરીને અલ્પેશની મજા લીધી
તો બીજી તરફ શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોર તરફ રાજકીય કટાક્ષ કરતા કહ્યું કે, ગયા સમયે બાકી રહી ગયું જાન છેક માંડવે પહોંચી અને રહી ગયા એટલે આ સમયે સાચવજો. આ વખત લગ્ન અધૂરું ના રહી જાય એ જોજો. તમે પરણાવજો લવિંગજીનું નામ લઈને. તેમણે એ પણ કહ્યું કે, લવિંગજી સખાયા બનજો એટલે લવિંગજીને પણ ઇસારા સાથે કહ્યું કે, અલ્પેશ ઠાકોરને આગળ કરવા સાથે રહી ચૂંટણી જીતાડવા હાકલ કરી હતી.
ADVERTISEMENT
રાધનપુરમાં સ્થાનિક ઉમેદવારનેે ટિકિટ આપવાની ભાજપના આગેવાનોની માંગ
નોંધનીય છે કે, તાજેતરમાં જ રાધનપુર બેઠક પર આ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી હતી. રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપના કાર્યકરોનું સાંતલપુરના કોરડા ગામમાં મહાસંમેલન મળ્યું હતું. જેમાં ‘જીતશે સ્થાનિક, હારશે બહારનો’ સૂત્રો સાથે આ મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, લઘુમતી સમાજના અગ્રણી ઈશુભા મલેક સહીત અન્ય સમાજના અગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વે લોકોનો એક જ મત રહેવા પામ્યો હતો કે સ્થાનિક ઉમેદવાર. અને ભાજપ દ્વારા જો કોઈ ઉમેદવાર અયાતી મુકવામાં આવશે તો આ વિસ્તારના લોકો તેના વિરોધમાં રહેશે તેવો સૂર પણ ઉભો થવા પામ્યો હતો.
ADVERTISEMENT