અલ્પેશ ઠાકોરે કહ્યું- અમારી સજ્જનતાને નબળાઈ ન સમજો, લોકોને ડરાવનારાઓના અડ્ડા બંધ કરી દઈશું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાભરઃ વડાણા ખાતે અલ્પેશ ઠાકોરે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને સમર્થન પણ આપ્યું હતું. જોકે આ સભામાં અલ્પેશ ઠાકોરે અસામાજિક તત્વો પર નિશાન સાધ્યું હતું. કહ્યું હતું કે લોકોને ડરાવનારાઓ ચેતી જજો સપ્તાહ પછી ભાજપનું જ શાસન આવશે. આવા તત્વોના અડ્ડા બંધ કરી દેવાશે.

સજ્જનતાને નબળાઈ ન સમજો- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમારી સજ્જનતાને નબળાઈ ન સમજતા. તેમણે આ દરમિયાન વિરોધીઓને મર્યાદામાં રહેવા ટકોર કરી દીધી છે. આની સાથે કહ્યું છે કે સત્તામાં તો ભાજપ જ આવશે. સપ્તાહ પછી પરિણામ આવી જ જશે. અહીં કેટલાક અસામાજિક તત્વો પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે, કેટલાક લોકો એમ કહે છે કે ગામમાં પ્રવેશ કરવા નહીં દઈએ, તેમને જણાવી દઉં કે સપ્તાહ પછી અમે જ છીએ. ભાજપની જ સરકાર બનવાની છે. લોકોને આમ ડરાવનારાઓના બધા અડ્ડા બંધ કરી દઈશું.

આ છપ્પનની છાતીવાળા મોદીજીનું શાસન છે- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે વધુમાં આક્રમક નિવદેન આપતા કહ્યું કે અસમાજિક તત્વો તૈયારી રાખજો બધા. હવે કઈ કોંગ્રેસનું શાસન નથી, તમારા રાજમાં તો ભાઈ લોગોનું, ગુંડાઓનું રાજ ચાલતું હતું. અત્યારે તો છપ્પનની છાતીવાળા મોદીજીનું શાસન છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે જે લોકોને એવું થયું હોય કે ચૂંટણી છે એટલે જેટલા દબાવવા હોય એટલા દબાવી લઈએ. તો એવા ભ્રમમાં ન રહે.

ADVERTISEMENT

અલ્પેશ ઠાકોરે અસાજિક તત્વો પર નિશાન સાધતા કહ્યું કે આ ગુજરાતના લોકોને કોઈ ડરાવી નહીં શકે. ભાજપના એક એક કાર્યકર્તા આવા અસામાજિક તત્વોને જવાબ આપવા માટે બેઠા છે. જે લોકો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય તેઓ હિંમત ન કરતા આવું કરવાની. એક સપ્તાહ પછી તમારા બધા જ અડ્ડાઓ બંધ થઈ જશે. તમારી બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જશે.

    follow whatsapp

    ADVERTISEMENT