અલ્પેશ ઠાકોરે કહ્યું- કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે, જનતાના સમર્થનથી BJP 150થી વધુ બેઠકો જીતશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી આજે અલ્પેશ ઠાકોર ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. નોંધનીય છે કે BJPના નેતા અલ્પેશ ઠાકોરે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠક જીતશે એવો દાવો કર્યો છે. આની સાથે તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જાણો વિગતવાર…
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા…
અલ્પેશ ઠાકોરે ચૂંટણીને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો નિવેદન આપી રહ્યા છે કે કોંગ્રેસ ચુપચાપ કામ કરી રહી છે. તેમને જણાવી દઈએ કે કોંગ્રેસ સતત જનતાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસમાં આંતરિક વિવાદ જ ચરમસીમાએ પહોંચી ગયો છે. નેતાઓ એકબીજા સામે લડી રહ્યા છે તથા ઘણા નેતાઓએ તો હાર પણ માની લીધી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે- અલ્પેશ ઠાકોર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. વળી અત્યારે જે નવી આમ આદમી પાર્ટીની જે ચર્ચાઓ થઈ રહી છે. તેમનાથી ભાજપને કોઈ રાજકીય પડકાર જ નથી. ભાજપને રાજ્યની જનતાનું સમર્થન છે. અહીંના લોકોના દિલ ભાજપ સતત જીતતું આવે છે. અમે સતત અમારુ કામ દિલથી કરીએ છીએ એટલે જનતાને પણ અમારા પર વિશ્વાસ છે.
કમળ ભવિષ્યમાં પણ ખીલશે જ – અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડશે. તેવામાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં અમારી સામે કોઈ પડકાર જ નથી. અહીં કમળ ભૂતકાળમાં પણ ખીલતું જ હતું અને ભવિષ્યમાં પણ ખીલશે જ. ભાજપ અહીંથી 150 થી વધુ બેઠકો પર જીત દાખવશે એવો દાવો પણ અલ્પેશ ઠાકોરે કર્યો છે.
ADVERTISEMENT