અલ્પેશનો રાજકીય સૂર્યાસ્ત થશે કે ફરી ચમકશે? જાણો અલ્પેશ ઠાકોરની રાજકીય સફર

Niket Sanghani

ADVERTISEMENT

alpesh thakor
alpesh thakor
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ માટે આકરા દિવસો હતા. ચૂંટણી પહેલા હાર્દિક પટેલઅલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીના નામની સતત ચર્ચા થઇ રહી હતી. ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણી જ્ઞાતિવાદનું સમીકરણ પણ વધુ જોવા મળ્યું હતું . છતાં ભાજપે સત્તા મેળવી હતી અને રાજકીય સમીકરણો પોતાના તરફ કર્યા હતા. 5 વર્ષમાં ભાજપે આ 3 યુવા ચહેરામાંથી 2 યુવાનો એકલે કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને ભાજપમાં સ્થાન આપી દીધું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં રહી અને અનેક વખત ભાજપની ચિંતા વધારનાર નિવેદન આપ્યા છે. 

અલ્પેશ ઠાકોરનો રાજકારણમાં પ્રવેશ   
વર્ષ 2015 બાદ અલ્પેશ ઠાકોરે કદી કોઈ પાર્ટીમાં નહીં જોડાવાની કસમ સાથે ઠાકોરસેનાના માધ્યમથી સમાજમાં દારૂની બદી સામે સામાજિક આંદોલન છેડ્યું હતું. થોડા સમયમાં આ આંદોલનકારીને રાજકીય રંગ લાગી ગયો અને પ્રવાહ સાથે કોંગ્રેસમાં જોડાયો. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ટિકિટ આપી અને તેમણે ભાજપના ઉમેદવાર સોલંકી લવિંગજીને હરાવ્યા હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ
વર્ષ 2019માં રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના રાધનપુર બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારે બાદ બંનેએ ધારાસભ્ય પદ્દ પરથી રાજીનમું આપી દીધું હતું. રાજીનામાં બાદ અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા.  પક્ષ પલટા બાદ ભાજપે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે ચૂંટણી હારી ગયા.

આ પણ વાંચો

ADVERTISEMENT

અલ્પેશના અભરખા અધૂરા રહ્યા
મારી ખુરસી મુખ્યમંત્રીની ઓફીસની બાજુમાં જ હશે અને હું લીલી પેન વાપરીશ. આ શબ્દો પક્ષ પલટો કર્યા બાદ અલ્પેશ ઠાકોરના છે. પરંતુ ચૂંટણીમાં ઉમેદવાર તો પક્ષ નક્કી કરે છે પણ તે ઉમેદવારોને વિધાનસભા સુધી પહોંચાડવાની જવાબદારી વિધાનસભા વિસ્તાની જનતાની હોય છે. રાધનપુરની જનતાએ એક વખત વિધાનસભા સુધી મોકલ્યો પરંતુ પક્ષ પલટો કરતા જનતાના મૂડમાં પણ પલટો આવ્યો અને અલ્પેશને રાધનપુર બેઠક પર હારનો સ્વાદ ચખાડ્યો અને અલ્પેશના લીલી પેન વાપરવાના અભરખા અધૂરા રહ્યા   

ભાજપમાં જોડાયા બાદ વિવાદિત નિવેદન
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ પછી પણ તેઓ સમાયંતરે સરકાર વિરુદ્ધ અનેક નિવેદનો આપતા રહ્યા છે રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપમાં ચૂંટણી હાર્યા બાદ વર્ષ 2022ની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, “દોસ્તોમર્યાં પહેલા ઇતિહાસ રચીને જવાનું છું. નબળો નથી થયો. મનથી વધું મજબૂત છુંપણ સમયની રાહ જોઈ રહ્યું છું. સમય પહેલા કંઈ નહીં કરું. એકવાર પડ્યો છું. બીજીવાર પડ્યો છું. ત્રીજીવાર ન પડીશન પડવા દઈશ. દોસ્તોમારે તમને એટલું જ કહેવું છે. ભરોસો રાખજો. દિલમાં ઇમાનદારી એની એ જ છે. ખુમારી એની એ જ છે. એ લાલાસ પણ એની એ જ છે.”

ADVERTISEMENT

ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી
 ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રાજ્યમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી હતી. તે સમયે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરીયા ગામે પહોંચ્યા હતા. આ યાત્રામાં સંબોધન દરમિયાન અલ્પેશ પટેલની નારાજગી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી.

ADVERTISEMENT

ગ્રીષ્મા હત્યા કેસમાં નિવેદન
સુરતમાં ગ્રીષ્માની હત્યા કેસ મામલે અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું હતું  તેઓએ જણાવ્યું હતું કે  હું હોત તો શૂટ કરી દેત,  200 લોકો ઉભા હતા અને 1 કલાક સુધી આ ચાલ્યું. આ આપણું ગુજરાત છેરિવોલ્વરના લાયસન્સની ચિંતા નથી ,દીકરીઓ માટે જેલમાં રહેવા તૈયાર છું

કોરોનમાં બોગસ ડોક્ટરોના વહારે આવ્યા હતા. 
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે બોગસ ડૉક્ટરો અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, “હું સર્વ પ્રથમ એવા લોકોને વંદન કરું છુંઆભાર માનું છુંકદાચ એમને કોઇ ફરજી ડૉક્ટર કહેતું હોયકોઇ કમ્પાઉન્ડર કે કોઇ નર્સ કહેતું હોય પરંતુ તે ગામડામાં જઇને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરે તેમને કોઇ ગેરકાયદેસર કહેતું હોય તેમ પણ બને. પરંતુ હું આપને એમ કહું છું કેઆ લોકોએ કોરોનાની મહામારીમાં ખૂબ સેવા કરી છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હોય તો તે ગામડાઓમાં પ્રેક્ટિસ કરતાં કમ્પાઉન્ડરનર્સ કે જેઓ દવાખાનામાં તૈયાર થઇને ગામડાઓમાં સેવા કરી છે.

હું રાધાનપુરથી જ ચૂંટણી લડીશ
ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો પોતાના વિસ્તારમાં સક્રિય થઇ ચુક્યા છે. ભાજપ પક્ષ હંમેશ સપ્રાઈઝ આપે છે.  ભાજપમાં ટિકીટ કોણે મળશે અને કોણે નહી મળે તે કોઈ છાતી ઠોકીને કહી શક્તું નથી ત્યારે ભાજપના અલ્પેશ ઠાકોરે  રાધનપુરમાં કહ્યું હતું કે૨૦૨૨ની ચૂંટણીમાં હું રાધનપુરથી લડીશ અને મ્હેણું ભાંગીશ. હવે સવાલએ છે કે ભાજપ આ બેઠકમાં હારેલા ઘોડા પર ફરી દાવ રમશે જો નહિ રમે તો અલ્પેશ ઠાકોરનો પક્ષપલટા બાદ રાજકીય સૂર્યાસ્ત થશે.

ચુંટણી લડવાના પાટીલે આપ્યા સંકેત
પાટણના એક જાહેર કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે અલ્પેશ ઠાકોરની ટિકિટ અંગે સંકેત આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોર અમારા સિનિયર આગેવાન છે. તે ચૂંટણી લડે અને વિજેતા થાય એવી શુભેચ્છા. દરેક વ્યાજતી પોતાના વિસ્તારમાં જ તૈયારી કરતાં હોય છે. રાધનપુર તેમનો વિસ્તાર છે. અને તે લડશે અને જીતશે તેવો અમને વિશ્વાસ છે. પાર્લમેન્ટરી બોર્ડમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ નિર્ણય લેશે.

    follow whatsapp

    ADVERTISEMENT