અલ્પેશ ઠાકોરનો વળતો જવાબ- આ ઉધારનો માલ નથી, જનતાનો અવાજ છે, ગેહલોત સત્તા લાલચે પાર્ટી સાથે બગાવત પણ કરી શકે

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ /અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક વોર શરૂ થઈ ગઈ હતી. તેવામાં કોંગ્રેસમાંથી ભાજપ સાથે જોડાયેલા અલ્પેશ ઠાકોર પર અશોક ગેહલોતે કટાક્ષ કર્યો હતો. તેમણે ઉધારનો માલ હતો એવા વિવાદાસ્પદ શબ્દોચ્ચાર કર્યા હતા. જેના પર અલ્પેશ ઠાકોરે પણ વળતો જવાબ આપી ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે 70-80 વર્ષના વડીલ, સત્તાની લાલચમાં કોંગ્રેસ પાર્ટી સાથે જ બગાવત પર ઉતરી ગયા હતા. હું અશોક ગેહલોતના એક-એક પગલાંથી વાકેફ છું.

અશોક ગેહલોતના વિવાદાસ્પદ નિવેદન પર અલ્પેશના પ્રહાર
અલ્પેશ ઠાકોરે કહ્યું કે અહીં કોંગ્રેસના એક દિગ્ગજ નેતા આવ્યા હતા અને એમ બોલીને જતા રહ્યા કે અમે ઉધારનો માણસ લાવ્યા હતા અને તે પાછો જતો રહ્યો છે. અશોક ગેહલોતની વાત કરી રહ્યો છું હું કે તેમણે મારા વિશે આવું કહ્યું.

અલ્પેશ ઠાકોરે આનો વળતો જવાબ આપતા કહ્યું કે જે દિગ્ગજ મારા વિશે આમ બોલીને ગયા છે તે પોતે કોંગ્રેસમાં 40 વર્ષથી છે. પાર્ટીએ તેમના પર વિશ્વાસ મુકી કોઈ અન્ય કારણોસર સીએમ પદ પર બીજા કાર્યકરને રાખવાની ટકોર કરી હતી. તેવામાં સત્તાની લાલચે આ 70-80 વર્ષના વડીલે બળવો પોકાર્યો હતો અને જેના કારણે રાજકીય ઉથલ પાથલ થઈ જવા પામી હતી. અશોક ગેહલોત વિશે રાજસ્થાનમાં પણ એવું કહેવાય છે કે જ્યારે આ માણસ પોતાના માથા પરથી હાથ ફેરવે છે, ત્યારે સમજી લેવું કે કઈક કપટ કરશે.

40 વર્ષથી પાર્ટીએ જેને સત્તા આપી હોય તેવો માણસ પણ સત્તાની લાલચે બગાવત પર ઉતરી જાય તો એ સાબિત કરે છે કે પોતે ખુદ પાર્ટીના અનુશાસનમાં નથી. એટલું જ નહીં કોંગ્રેસમાંથી 50-50 વર્ષના દિગ્ગજ નેતાઓ પણ રાજીનામા આપી ભાગી જાય છે.

ADVERTISEMENT

આ ઉધારોનો માલ નથી જનતાનો અવાજ છે- અલ્પેશ ઠાકોર
અશોક ગેહલોત પર આકરા પ્રહાર કરતા અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે આ કોઈ ઉધારનો માલ નથી પરંતુ જનતાનો અવાજ છે. અશોક ગેહલોત સત્તા લાલચુ નેતા છે, એ એના બળવાઓ પરથી બધા સામે છતુ થઈ ગયું છે. તેવામાં ભવિષ્યમાં પણ જ્યારે કોંગ્રેસ અશોક ગેહલોતને કહેશે કે તું સીએમ નહીં રહી શકે ત્યારે પણ તે બગાવત પર ઉતરી શકે છે.

ADVERTISEMENT

કોંગ્રેસની હાર ગુજરાતમાં નક્કી- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે છે. કોંગ્રેસ આ વખતે દૂર દૂર સુધી ભાજપની તોલે જણાઈ રહી નથી. અત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર જ બનશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસને 20 બેઠકો પણ મળવી મુશ્કેલ છે. આની સાથે તેમણે જનતાને કહ્યું કે રાધનપુર બેઠક પરથી હુ લડુ કે ન લડુ પરંતુ પ્રજાને અવશ્ય જીતાડજો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT