બનાસકાંઠામાં ગૌરવ યાત્રામાં અલ્પેશ ઠાકોર સહિત દિગ્ગજો જોડાયા, ચૂંટણી પહેલા BJPના પ્રચારનો માહોલ ધમધમ્યો
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે આજે છાપી ગામમાં ગુજરાત ગૌરાવ યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. અહીં ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયા પછી…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે આજે છાપી ગામમાં ગુજરાત ગૌરાવ યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. અહીં ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયા પછી તે બનાસકાંઠાના વિધાનસભા મત વિસ્તારને આવરી લેવા માટે સતત ભ્રમણ કરશે. જેમાં ભાજપના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. અત્યારે ગૌરવ યાત્રામાં અલ્પેશ ઠાકોર, શંકરભાઈ ચૌધરી પણ પહોંચી ગયા છે. અત્યારે અહીં ગૌરવ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
અગાઉ ભાજપ જિલ્લા અધ્યક્ષ ગુમાન સિંહ ચૌહાણે કહ્યું હતું કે ભાજપ સરકારે સતત લોકોના હિતમાં કામ કર્યું છે. જનકલ્યાણ હેતુ નક્કર પોલીસી બનાવવાથી લઈ કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેવાનું કામ પણ ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મહિલા સશક્તિકરણ અને ગરીબ કલ્યાણના મુદ્દે પણ વિકાસ થવા જઈ રહ્યો છે. જેથી આ વિધાનસભા ચૂંટણીમાં પ્રજાને ભાજપ પર ભરોસો છે અને જંગી બહૂમતીથી જીત મળવાની સાથે ભાજપ આગામી સમયમાં વિકાસલક્ષી કાર્યો વેગવંતા બનાવે એવા એંધાણ પણ જણાઈ રહ્યા છે.
ADVERTISEMENT
With Input- ઘનેશ પરમાર
ADVERTISEMENT