અલ્પેશની ઉમેદવારી વખતે CM સાથે ગયા, હાર્દિકના ફોર્મ ભરતા સમયે મોટા નેતાઓ ગેરહાજર રહ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: આંદોલનથી રાજનીતિમાં પ્રવેશનારા ગુજરાતના રાજકારણના બે મોટા ચહેરા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલને વિરમગામથી તો અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. ગઈકાલે જ અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા ફોર્મ ભર્યું, આ ત્યારે તેને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા, પરંતુ હાર્દિક પટેલે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમની સાથે કોઈ મોટા ચહેરા જોવા મળ્યા ન હતા. એવામાં બંને નેતાઓની ઉમેદવારી વખતનો આ તફાવત ઉડીને આંખે વળગે એવો હતો.

હાર્દિક પટેલ સાથે કોઈ મોટા ચહેરા ન દેખાયા
ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા ભાજપના ઉમેદવારો સાથે મુખ્યમંત્રી, સી.આર પાટીલ, અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહીને તેમને સમર્થન આપી રહ્યા છે. ગઈકાલે જ અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણ બેઠકથી ફોર્મ ભરતા તેમની સાથે મુખ્યમંત્રી સહિતના મોટા ચહેરાઓ હાજર રહ્યા હતા. જ્યારે હાર્દિક પટેલે ફોર્મ ભર્યું તે વખતે મોટા ચહેરાઓની બાદબાકી જોવા મળી હતી. હાર્દિકને સમર્થન આપવા માટે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તથા કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા હાજર હતા. બીજી તરફ સાણંદમાં કનુ પટેલે ઉમેદવારી નોંધાવી ત્યારે અમિત શાહ સાથે રહીને સહયોગ કર્યો હતો.

જવાબ આપવાથી ભાગતા દેખાયા હાર્દિક પટેલ
આ અંગે જ્યારે આજતકના રિપોર્ટર દેવંકન વધાવન દ્વારા હાર્દિક પટેલને સવાલ પૂછાયો હતો કે, તમે ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે ભાજપના કોઈ મોટા નેતા તમારી સાથે જોવા મળ્યા નહોતા. ત્યારે જવાબમાં તેઓ કેન્દ્રના મંત્રી સાથે હતા એટલી કહીને જવાબ આપીને આગળ જતા રહે છે.

ADVERTISEMENT

અલ્પેશ માટે ભાજપે સીટ બદલી આપી
2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું અને 2019માં ભાજપમાં જોડાઈ ગયા. ભાજપમાંથી તેઓ રાધનપુરથી ચૂંટણી હારી ગયા. ત્યારે આ વખતે પાર્ટીએ તેમને ગાંધીનગર દક્ષિણની બેઠક આપી છે, જ્યાં તેમના જીતની રાહ સરળ રહેશે. બીજી તરફ હાર્દિક પટેલ માટે વિરમગામનો ગઢ જીતવો કપરો રહેશે. વિરમગામમાં ભાજપના જ સ્થાનિક જૂથના નેતાઓ નારાજ છે. આ બધા પરિબળો વચ્ચે હાર્દિક પટેલ માટે વિરમગામથી જીતવું સરળ નહીં રહે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT