અનામત આંદોલનથી અલ્પેશ કથીરિયાની થઈ હતી રાજકારણની શરૂઆત, જાણો કોણ છે આપના આ ઉમેદવાર
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ ઉમેદવારોના નામ જાહેર કરવાની…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આજે ઉમેદવારની યાદીમાં અલ્પેશ કથીરિયાના નામની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનથી સતત સક્રિય છે. આંદોલનકારી નેતાની છાપ ધરાવતા અલ્પેશ કથીરિયાની રાજકીય સફર ટૂંકી છે પરંતુ રસપ્રદ છે. અલ્પેશ આપમાં છે પરંતુ તમની સગાઈ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે થઈ છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલન ખૂબ ચર્ચામાં હતું અને આ સાથે અન્ય આંદોલનો સરકાર સામે માથાના દુખાવા સમાન બન્યા હતા. પાટીદાર આંદોલનના નેતાઓ વિવિધ રાજકીય પક્ષનો સહારો લઈ લીધો. હાર્દિક પટેલે પહેલા કોંગ્રેસનો હાથ પકડ્યો અને ત્યારબાદ તેમણે ભાજપનો ખેસ પહેરી લીધો. રેશમ પટેલે પણ સક્રિય રાજકારણ તરફ પગલાં માંડ્યા અને એનસીપીમાં જોડાયા . ત્યાર બાદ ગબ્બરની છાપ ધરાવતા અલ્પેશ કથીરિયા પણ રાજકારણ તરફ આગળ વધ્યા અને તેમણે આમ આદમી પાર્ટી સાથે રાજકારણમાં ઝંપલાયું. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ આજે તેમને વરાછારોડ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
અલ્પેશની સગાઈ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે
અલ્પેશ કથીરિયાએ ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટરકાવ્યા પટેલ સાથે સગાઈ કરી હતી. અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતાં લોકોમાં કુતૂહલ પણ વ્યાપ્યું હતું. હવે જોવાનું રહ્યું કે કાવ્યા પટેલ પતિને સાથ આપશે કે પક્ષને.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીમાં જોડાયા
પાટીદાર અનામત આંદોલનથી સતત ચર્ચામાં રહેનાર અલ્પેશ કથીરિયાએ સક્રિય રાજકારણની શરૂઆત કરી દીધી છે.અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે.ભાવનગરના ગારીયાધરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે હવે તે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી જંગ માં પણ ઉતરી ચૂક્યા છે.
અલ્પેશ 2015થી ચર્ચામાં
અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તે નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. અલ્પેશના અભ્યાસ અંગે વાત કરવામાં આવે તો, તેમણે LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશ કથીરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી. ત્યારથી આ આંદોલનમાં જોડાયા અને સક્રિય થયા વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યા હતા.
ADVERTISEMENT
પાટીદાર આંદોલનના નેતાઑ સક્રિય રાજકારણમાં
પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીમાં હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા, અમરીશ પટેલ, નિલેષ એરવાડીયા, અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ અને રેશમા પટેલનો સમાવેશ થતો હતો. જેમાંથી સૌથી પહેલાં વરૂણ પટેલ અને રેશમા પટેલ ભાજપમાં જોડાયાં હતા. જો કે રેશ્મા પટેલ બાદમાં NCPમાં જોડાઈ ગયાં હતા. જ્યારે ચિરાગ પટેલ, કેતન પટેલ અને અમરીશ પટેલ ભાજપમાં જોડાયા હતા. થોડા સમય પહેલા જ હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આમ રાજદ્રોહ થયો હોય તેવા સાથીઓમાં નિલેષ એરવાડિયા અને દિનેશ બાંભણિયા જ કોઈ પક્ષમાં જોડાયા નથી.
ADVERTISEMENT
એટ્રોસિટીની થઈ હતી ફરિયાદ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસના આગેવાન અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા અને પથ્થરથી માર માર્યો હતો તેવી ફરિયાદ નોંધાઈ હતી. મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. અલ્પેશ કથીરિયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
રાજદ્રોહનો ગુનો પણ નોંધાયો છે
2015ના વર્ષમાં પાટીદાર અનામતનું આંદોલન સરકાર હજુ ભૂલી નથી. આનંદી બેન પટેલની સરકાર આંદોલનનો જ ભોગ બની તેમ માનવામાં આવે છે. . એ વખતે રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. જેમાંની એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં હાર્દિક પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. જ્યારે અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT