અલ્પેશ કથીરિયાએ AAPનો ખેસ ધારણ કર્યો, ગુજ.માં 7 વર્ષથી વધુ ચાલ્યું હોય તો એ પાટીદાર આંદોલન છે..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગારીયાધારઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં પાટીદાર સમાજના દિગ્ગજ ચહેરા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમની સાથે અન્ય અગ્રણીઓએ પણ AAPનો ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ પાટીદાર આંદોલન સહિત જનતાના પ્રાથમિક સમસ્યાના ઉકેલ માટેની કામગીરી કરવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે બીજી બાજુ ગોપાલ ઈટાલિયાએ તેમનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

ગોપાલ ઈટાલિયાએ અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું…
ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પરિવર્તનની દિશામાં AAP આગળ વધી રહેતી હોય એમ જણાવ્યું હતું. આની સાથે તેમણે આની સાથે આમ આદમી પાર્ટીમાં અલ્પેશ કથિરિયાનું સ્વાગત કર્યું હતું.

ADVERTISEMENT

અલ્પેશ કથિરિયાએ કહ્યું… અત્યારસુધીમાં આ લડતમાં અમને 2 રાજદ્રોહ સહિત 22થી વધુ કેસો મળ્યા છે. 14 મહિનાથી પણ વધુની જેલ યાત્રા પણ ભોગવી છે તથા અમારા ઘણા બધા સાથીઓ પર કેસ થયા છે. અત્યારે ઘણાબધા અમારા સ્વજનો, બાળકો કોર્ટની તારીખો ભરી રહ્યા છે. ત્યારે અમે પણ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં સારી એવી સત્તા આવે અને પરિવર્તન થાય. પરિવર્તનની લહેરમાં હું આજે આમ આદમી પાર્ટી સાથે ઉભો રહીને તેમનો સાથે આપવા હાજર રહ્યો છું.

2015થી લઈને અત્યારસુધીમાં ગુજરાતમાં અનેક આંદોલનો થયા. પરંતુ 7 વર્ષથી પણ વધારે કોઈ આંદોલન ચાલ્યું હોય ગુજરાતમાં તો એ પાટીદાર આંદોલન છે. આ આંદોલનથી પાટીદાર સમાજને ઘણું બધુ મળ્યું છે.

ગરીબી, શિક્ષણ અને આરોગ્યના મુદ્દાનું સમાધાન કરીશું- અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા પછી કહ્યું કે અત્યારે ગરીબી, શિક્ષણ અને આરોગ્યના મુદ્દા જનતાની પ્રાથમિક જરૂરિયાત છે. તેવામાં જનતાના આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા આગળ સતત કાર્યરત રહીશું. ગુજરાતને ભય મુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું.

અરવિંદ કેજરીવાલે કહ્યું ભ્રષ્ટાચારીઓને છોડીશું નહીં
કેજરીવાલે વિવિધ ધારાસભ્યોએ આચરેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા ધારાસભ્યો પર અમારી ચાપતી નજર રહેલી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું અને જે લોકોએ ગેરરીતિથી રૂપિયાની કમાણી કરી છે. તેમના મોઢામાં હાથ નાખીને પેટમાંથી બધા રૂપિયા બહાર કઢાવીશું. ગુજરાતમાં ભ્રષ્ટાચાર આચરેલા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT