BJPના ઉમેદવારો દ્વારા દરિયાપુરમાં અસામાજિક તત્વોને છૂટો દોર અપાયાનો આક્ષેપ! ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચને લખ્યો પત્ર..
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કા માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે મીડિયા અહેવાલો પ્રમાણે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કા માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે મીડિયા અહેવાલો પ્રમાણે અત્યારે ગ્યાસુદ્દીન શેખનો પત્ર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે ભાજપના ઉમેદવારો પર આક્ષેપો લગાવ્યા છે. ચૂંટણી કમિશનરને ફરિયાદ કરતા પત્રમાં ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવારોએ દરિયાપુરમાં અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો હોવાનું કહ્યું છે. આની સાથે ક્રાઈમ બ્રાન્ચનો પણ આ તત્વોને સપોર્ટ મળતો હોવાનો આક્ષેપ કર્યો છે.
મતદારોને ડરાવી રહ્યાનો આક્ષેપ
ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે એમાં ભાજપના ઉમેદવારો દ્વારા અસામાજિક તત્વોને છૂટો દોર અપાયો હોવાના આક્ષેપો કરાયા છે. એટલું જ નહીં તેમણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પર પણ ગંભીર આરોપ લગાવી તેમને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ મતદારોને ડરાવવામાં આવી રહ્યા છે.
આની સાથે તેમણે વધુમાં પત્રમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે નીકળેલી મહિલાઓને પણ ધમકાવામાં આવતી હતી. આની ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાના આક્ષેપો તેમણે લગાવ્યા હતા.
ADVERTISEMENT
મતદાતાઓને ડરાવવામાં આવતા હોવાનો આક્ષેપ…
ગ્લાસુદ્દીન શેખે પોતાના લેટરમાં વધુમાં જણાવ્યું હતું કે મતદાતાઓને ડરાવી ધમકાવી દેવાય છે. અહીં બોગસ મતદાન કરાવવાની યોજના બનાવવાનું કાવતરુ ઘડાઈ શકે એવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણી કમિશનર પાસે માગ કરતા કહ્યું કે અસામાજિક તત્વો મતદાન સમયે અશાંતિ ન ફેલાવે એના માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવો પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT