અમદાવાદ શહેર AAP પ્રમુખ અને અસારવાના ઉમેદવાર પર રૂ.300 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
અરવલ્લી: આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ તથા અસારવા વિધાનસભા બેઠક પરથી AAPના ઉમેદવાર જયંતીલાલ મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ કોર્ટમાં દાખલ થઈ છે.…
ADVERTISEMENT
અરવલ્લી: આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ તથા અસારવા વિધાનસભા બેઠક પરથી AAPના ઉમેદવાર જયંતીલાલ મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ કોર્ટમાં દાખલ થઈ છે. કલોલના નિવાસી વિરલગિરી ગૌસ્વામીએ મોડાસાના પૂર્વ ડી.વાય.એસ.પી વિરુદ્ધ અપ્રમાણસર મિકલતનો મામલે અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ભ્રષ્ટાચારથી 59 મિકલત ખરીદવાનો આરોપ
કલોલના નિવાસી વિરલગિરી ગૌસ્વામીએ આક્ષેપ કર્યો છે કે, જયંતીલાલ મેવાડાએ ફરજ દરમિયાન રૂ.300 કરોડનો ભ્રષ્ટાચાર કરીને અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં 59 મિકલત-જમીનની ખરીદી કરી હતી. સેશન્સ કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં નિવૃત્ત ડી.વાય.એસ.પી સહિત તેમના પત્ની, પુત્ર, પુત્રી સહિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એફિડેવિટમાં ઓછી મિકલત દર્શાવી અને ખોટું સોગંદનામું કરીને દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડ્યા.
ફરિયાદમાં પુત્ર-પત્નીનું પણ નામ
AAPના અસારવા બેઠકના ઉમેદવાર જયંતીલાલ મેવાડા નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં નિવૃત્ત થયા બાદ AAPના અમદાવાદ શહેરના પ્રમુખ છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તેમાં જયંતીલાલ મેવાડાને અસારવા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. જોકે ચૂંટણી પહેલા જ તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકાતા હવે જોવાનું રહેશે કે AAP તેમને ટિકિટ યથાવત રાખશે કે કોઈ સ્વચ્છ છબીવાળા ઉમેદવારને મેદાનમાં ઉતારશે?
ADVERTISEMENT
ADVERTISEMENT