ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, બેંક એકાઉન્ટ્સ થયા ફ્રીઝ, માકને કહ્યું- આ ખૂબ જ શરમજનક બાબત છે
Congress Account frozen: કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર મોટો આરોપ
કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝઃ માકન
'વીજળીના બિલ અને પગારના પણ નથી પૈસા'
Congress Account frozen: કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. પાર્ટીના પ્રવક્તા અજય માકને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આવકવેરા વિભાગે 2018-19ના આવકવેરા રિટર્નના આધારે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગે આ બંને ખાતામાંથી 210 કરોડ રૂપિયાની રિકવરીનો પણ આદેશ આપ્યો છે.
#WATCH | Congress Treasurer Ajay Maken says "Right now we don't have any money to spend, to pay electricity bills, to pay salaries to our employees. Everything will be impacted, not only Nyay Yatra but all political activities will be impacted..." pic.twitter.com/61xILbtuVZ
— ANI (@ANI) February 16, 2024
તેમણે કહ્યું કે, અમારા એકાઉન્ટમાં ક્રાઉડફંડિંગ દ્વારા જે પણ રકમ એકઠી કરવામાં આવી છે, તેને અમારી પહોંચથી દૂર કરી દેવામાં આવી છે. માકને કહ્યું કે, ચૂંટણીની જાહેરાત પહેલા જ વિપક્ષી પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ લોકતંત્રને ફ્રીઝ કરવા જેવું જ છે. અજય માકને જણાવ્યું કે, આ ખાતામાં એક મહિનાનો પગાર પણ જમા થયો છે. અમે આવકવેરા વિભાગને દાન આપનારાઓના નામ પણ આપ્યા છે. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે શું તેઓ એવું ઈચ્છે છે કે દેશમાં માત્ર એક જ પાર્ટી રહે.
बैंक खाते तो BJP के फ्रीज होने चाहिए, क्योंकि जो असंवैधानिक कॉर्पोरेट बांड उन्होंने अपने खातों में डाल रखे हैं, सुप्रीम कोर्ट के अनुसार असंवैधानिक हैं।
— Congress (@INCIndia) February 16, 2024
हमारे खातों में कार्यकर्ताओं द्वारा ऑनलाइन डोनेशन से जुटाया गया पैसा है। इसे इनकम टैक्स और मोदी सरकार कैसे फ्रीज कर सकती है।… pic.twitter.com/p5hmVURkWw
કુલ 4 એકાઉન્ટને કરાયા ફ્રીઝઃ કોંગ્રેસ નેતા
અજય માકને કહ્યું કે, "અમને એક દિવસ પહેલા જ જાણકારી મળી હતી કે બેંકોને અમે જે ચેક મોકલી રહ્યા હતા, તે ચેક ક્લિયર થઈ રહ્યા નહતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યું હોવાનું પોણ સામે આવ્યું છે. કુલ ચાર એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.''
ADVERTISEMENT
'આવકવેરા વિભાગે બેંકોને આપી છે સૂચના'
તેઓએ જણાવ્યું કે, આવકવેરા વિભાગે બેંકોને સૂચના આપી છે કે અમારા એકપણ ચેક સ્વીકારવામાં ન આવે અને અમારા ખાતામાં જે પણ રકમ છે તેને રિકવરી માટે રાખવામાં આવે. આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરી માંગી છે.
ADVERTISEMENT