વિધાનસભામાં આજે તમામ 182 ધારાસભ્યો શપથ લેશે, ગૃહમાં મોરબી-ચૂંટણીનો મુદ્દો ઉછળી શકે
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે તમામ 182 ધારાસભ્યોને શપથ લેશે. વિધાનસભામાં ધારાસભ્યોની શપથ બાદ જ તેમના પગાર-ભથ્થા શરૂ થતા હોય છે. 15મી વિધાનસભા માટે…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે તમામ 182 ધારાસભ્યોને શપથ લેશે. વિધાનસભામાં ધારાસભ્યોની શપથ બાદ જ તેમના પગાર-ભથ્થા શરૂ થતા હોય છે. 15મી વિધાનસભા માટે આજે ધારાસભ્યો શપથ લેશે તે બાદ તેમના પગાર-ભથ્થા શરૂ થશે. આ માટે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલેને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરાયા છે, જેઓ ધારાસભ્યોને સોગંદ લેવડાવશે. બપોરે 12 વાગ્યે વિધાનસભા ગૃહમાં સૌથી પહહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓ પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવશે.
શંકર ચૌધરી બનશે ગૃહના અધ્યક્ષ
આ બાદ બીજા દિવસે સત્રની એક દિવયીય બેઠક મળશે. જેમાં સૌથી પહેલા વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે ભાજપે પહેલાથી શંકર ચૌધરીનું નામ નક્કી કર્યું છે. આ બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. જેમાં બહુમતિના કારણે ભાજપના જેઠા ભરવાડની નિમણૂંક કરવામાં આવી શકે છે.
આ મુદ્દાઓ પર ગૃહમાં થઈ શકે ચર્ચા
નોંધનીય છે કે, ચૂંટણી બાદનું આ પ્રથમ સત્ર હોવાના કારણે તેમાં મોરબી બ્રીજ દુર્ઘટના પર ચર્ચા કરવા માટે વિપક્ષ પ્રસ્તાવ લાવી શકે છે. જોકે આ વખતે વિપક્ષમાં માત્ર 26 ધારાસભ્યો હોવાના કારણે ગૃહમાં ઉગ્ર દલિલો થાય તેવી શક્યતા નહીવત છે. ઔપચારિક પ્રક્રિયા બાદ સાંજે પ્રથમ સત્રની પૂર્ણાહૂતી કરાશે અને ફેબ્રુઆરીમાં બજેટ સત્ર બોલાવાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT