શું AAP ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા વિચારી રહી છે? દિગ્ગજ નેતાના દારૂ મુદ્દે નિવેદને આપ્યા સંકેત!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીર સોમનાથઃ આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચાર અર્થે તડામાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે ગીર સોમનાથના AAPના ઉમેદવાર જગમલ વાળાએ દારૂ મુદ્દે વિવાદિત નિવેદનો આપતા ચર્ચાનો વિષય બની ગયો છે. તેમણે ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાય એટલો પીવો જોઈએ એવી વાત કરતા મુદ્દો ગરમાયો છે. તેમણે આ દરમિયાન તેમણે કહ્યું કે IAS, IPS અધિકારીઓ સહિત દિગ્ગજ ડોકટરો પણ દારૂ પીતા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન જગમલ વાળા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે.

શું આપના નેતાએ દારૂની બ્રાન્ડિંગ કરી?
ગાંધીના ગુજરાતમાં દારૂ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા જગમલ વાળા બેફામ વાણી વિલાસ કરતા સામે આવ્યા છે. આ દરમિયાન તેઓ જાણા દારૂની બ્રાન્ડિંગ કરી રહ્યા હોય તેમ નિવેદન આપતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં 196 દેશો છે જ્યાં દારૂ પીવાય છે. પરંતુ ભારતમાં ગુજરાતની અંદર દારૂ બંધી કેટલી યોગ્ય ગણાય. અત્યારે IAS, IPS અધિકારીઓ સહિત દિગ્ગજ ડોકટરો પણ દારૂનું સેવન કરતા હોય છે. તો પછી ગુજરાતમાં દારૂ બંધી કેમ છે.

AAPના નેતાએ દારૂની વિશેષતા જણાવી?
આમ આદમી પાર્ટીના નેતા જગમલ વાળાએ વધુમાં કહ્યું કે દારૂ જો તમે પીતા હોય તો ચાલે જેટલો પીવાય એટલો દારૂ પીવો જોઈએ. પરંતુ દારૂ જો તમને પીવા લાગે તો એમા મુશ્કેલી ઉભી થાય છે. તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતા જગમલ વાળા દારૂબંધી દૂર કરવાના મુદ્દાને ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલે દિલ્હીની લીકર પોલિસી અંગે નિવેદન પછી આ નવો વિવાદ સામે આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT