ગુજરાતમાં 30 બેઠકો લડનાર ઓવૈસીનો પક્ષ ભાજપ, કોંગ્રેસ અને AAPમાંથી કોનું ગણિત બગાડશે?
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે સાથે AIMIM પણ પોતાના ઉમેદવારો ઉતારી રહી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે સાથે AIMIM પણ પોતાના ઉમેદવારો ઉતારી રહી છે. AIMIMએ 30 બેઠકો પરથી લડવાની જાહેરાત કરી છે. ત્યારે AIMIM ચૌક્કસ પણે મુસ્લિમ મતદારોને પોતાની તરફ આકર્ષી શકે છે, જે કોંગ્રેસની ચિંતા વધારી શકે છે. ગુજરાતમાં મુસ્લિમ મતદારો વર્ષોથી કોંગ્રેસની વોટબેંક રહી છે. તેમના આ પ્રોમિસિંગ મતદારોના કારણે જ મતોના આ વિભાજનથી ફાયદો સીધો ભાજપને થશે. કારણે ગઈ વખતે કોંગ્રેસને આવેલી 77 બેઠકોમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર AIMIMની સીધી અસર થશે કોંગ્રેસના મતો ઘટશે.
રાજ્યમાં મુસ્લિમ મતદારોની અસર કેટલી બેઠકો પર?
ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી 9.67 ટકા છે. રાજ્યની 34 વિધાનસભા બેઠકોમાં 15 ટકા અને 21 વિધાનસભા બેઠકો 20 ટકા જેટલા મુસ્લિમ મતદારોની ભાગીદારી છે. જેમાં અમદાવાદની ચાર, ભરુચ અને કચ્છની ત્રણ-ત્રણ બેઠકો પણ મુસ્લિમ બહુમતી વાળી મનાય છે. મુસ્લિમ મતદાતાઓની એકતાના લીધે તેમાંથી મોટા ભાગની બેઠકો પર કોંગ્રેસની અત્યાર સુધી જીત થતી આવી છે. જોકે આ વર્ષે માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ નથી. મુસ્લિમ મતોના દાવેદારના રૂપમાં અરવિંદ કેજરીવાલ અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટી પણ મેદાનમાં આવી ચુકી છે. તેમાં પણ ઔવેસીની પાર્ટી કટ્ટર મુસ્લિમ કહેવાય છે. તેવામાં AAP કરતા AIMIM કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે.
2017માં 4 બેઠકો પર કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારો જીત્યા
2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસે ટિકિટ આપી હોય તેવા 6માંથી ચાર મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. પરંતુ આ ઉમેદવારો પાતળી સરસાઈથી જ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. જેમાંની બે બેઠકો પર AIMIMએ ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દીધી છે. એવામાં અહીં કોંગ્રેસને સીધી ટક્કર AIMIM આપે તો નવાઈ નહીં.
ADVERTISEMENT
હાલમાં રાજ્યમાં કેટલા મુસ્લિમ ધારાસભ્ય
વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોની જીત પર એક નજર કરીએ તો 1990ની વિધાનસભામાં બે મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. આ બાદ 1995માં પાંચ, 2002માં ત્રણ. 2007માં પાંચ, 2012માં બે અને 2017ની છેલ્લી ચૂંટણીમાં ચાર મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. જોકે હાલમાં ગુજરાતમાં એકપણ બેઠક પર મુસ્લિમ સાંસદ નથી, છેલ્લા અહેમદ પટેલ લોકસભામાં ગુજરાતમાંથી મુસ્લિમ સાંસદ હતા.
આ 30 બેઠકો પર ઉમેદવારો ઉતારશે AIMIM
ADVERTISEMENT
- અબડાસા
- માંડવી
- ભુજ
- અંજાર
- ગાંધીધામ
- વડગામ
- સિદ્ધપુર
- વેજલપુર
- બાપુનગર
- દરિયાપૂર
- જમાલપુર ખાડિયા
- દાણીલીમડા
- ખંભાળિયા
- માંગરોળ
- સોમનાથ
- ગોધરા
- વાગરા
- સુરત ઈસ્ટ
- લિંબાયત
- મોડાસા
- દસાડા
- ધોરાજી
- જામનગર ગ્રામ્ય
- જૂનાગઢ
- કોડીનાર
- ઉના
- ઉમરેઠ
- પેટલાદ
- માતર
- મહુધા
ADVERTISEMENT