AIMIM નારાષ્ટ્રીય પ્રમુખ ઔવેસી આજે ગુજરાતની મુલાકાતે, જુહાપુરામાં જનસભા સંબોધશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દેશના દીગજ્જ નેતાઓ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. વિધાનસભાની બેઠક મુજબ કાર્યક્રમો ગોઠવી રહ્યા છે. ગુજરાતના રાજકારણ પર સૌ કોઇની નજર છે ત્યારે આમ આદમી પાર્ટી બાદ હવે AIMIM પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ ઔવેસી આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તે જુહાપુરા વિધાનસભા બેઠકની મુલાકાત લેશે અને જનસભા સંબોધશે

મુસ્લિમ વર્ચસ્વ ધરાવતી બેઠક પર નજર 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક પછી એક પક્ષના નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન આજે AIMIM નારાષ્ટ્રીય અસ્સુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તે આજે જુહાપુરા વિધાનસભા બેઠકની મુલાકાત લેશે અને જનસભા સંબોધશે

કોંગ્રેસનો આરોપ
ગુજરાતની મુલાકાતે આવેલા ઓવૈસી મુસ્લિમ વર્ચસ્વ વાળી બેઠકો પર ફોકસ કરી રહ્યા છે ત્યારે આજે સાંજે 7 કલાકે જુહાપુરા વિધાનસભા બેઠકમાં જનસભા સંબોધશે. કોંગ્રેસ દ્વારા AIMIM પર સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તે ભાજપની બી ટીમ છે. ત્યારે આ ચૂંટણીમાં AIMIM કોંગ્રેસને કેટલું નુકશાન કરશે તે જોવાનું રહ્યું.

ADVERTISEMENT

5 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે. ત્યારે AIMIMએ અમદાવાદના 5 મતવિસ્તારોની યાદી જાહેર કરી છે. હવે ગુજરાતના ચૂંટણી મેદાનમાં વધુ એક પક્ષ તૈયારી સાથે લડવા મેદાને ઉતારી ચૂક્યો છે. ત્યારે મતનું વિભાજન થશે અને આ વિભાજન કોંગ્રેસને નુકશાન કરશે.

આ બેઠક પર ચૂંટણી લડશે

ADVERTISEMENT

  • દરિયાપુર
  • દાણીલીમડા
  • જમાલપુર
  • બાપુનગર
  • વેજલપુર

જો આ બેઠક પર નજર કરવામાં આવે તો એક બેઠકને બાદ કરતાં તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 2017માં  વિજેતા થયા છે. જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસના મતદારનું વિભાજન થશે. કોંગ્રેસની પરંપરાગત બેઠક પર નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT