ચૂંટણી પહેલા ‘રેવડી’ની લ્હાણી, અમદાવાદમાં AIMIMના ઉમેદવારે મહિલા મતદારોને સાડીઓ વહેંચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. તમામ પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ચૂંટણી પહેલા રેવડી, વચનો અને ગેરંટી રાજકીય પાર્ટીઓ લોકોને આપી રહી છે. આ વચ્ચે ગુજરાતની ચૂંટણીમાં જંપલાવી રહેલી AIMIM ના દાણિલીમડાના ઉમેદવાર કૌશિકા પરમાર દ્વારા મહિલાઓને સાડીઓ આપવામાં આવી હતી.

દિવાળી નિમિત્તે વૃદ્ધ મહિલાઓને સાડીનું વિતરણ કરાયું
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે AIMIM પણ જંપ લાવી રહી છે. ત્યારે AIMIMના દાણીલિમડા બેઠકના ઉમેદવાર કૌશિકા પરમાર દ્વારા દિવાળી નિમિત્તે ગિફ્ટ વૃદ્ધ મહિલાઓને 500 જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે AIMIM ના અમદાવાદના પ્રવક્તા અસ્લમ શેખ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત આગામી સમયમાં પણ વધુ સાડીઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

આ વખતે 30 બેઠકો પરથી ચૂંટણી લડશે AIMIM
નોંધનીય છે કે, ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં 30 જેટલી બેઠકો પર આ વખતે ચૂંટણી લડવાની છે. AIMIM ગુજરાતમાં દલિત અને મુસ્લિમ સમાજના વર્ચસ્વ ધરાવતી ગુજરાત વિધાનસભાની 30 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે. જેમાંથી 5 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાઈ છે, જ્યારે બાકીની 25 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ બેઠકો પરથી ચૂંટણી લડશે AIMIM

ADVERTISEMENT

  • અબડાસા
  • માંડવી
  • ભુજ
  • અંજાર
  • ગાંધીધામ
  • વડગામ
  • સિદ્ધપુર
  • વેજલપુર
  • બાપુનગર
  • દરિયાપૂર
  • જમાલપુર ખાડિયા
  • દાણીલીમડા
  • ખંભાળિયા
  • માંગરોળ
  • સોમનાથ
  • ગોધરા
  • વાગરા
  • સુરત ઈસ્ટ
  • લિંબાયત
  • મોડાસા
  • દસાડા
  • ધોરાજી
  • જામનગર ગ્રામ્ય
  • જૂનાગઢ
  • કોડીનાર
  • ઉના
  • ઉમરેઠ
  • પેટલાદ
  • માતર
  • મહુધા

    follow whatsapp

    ADVERTISEMENT