AIMIM એ જાહેર કર્યા વધુ 3 ઉમેદવાર, વધુ એક હિન્દુ ઉમેદવારને ઉતાર્યા મેદાને
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો મેદાને ઉતારી રહ્યા છે. ત્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો મેદાને ઉતારી રહ્યા છે. ત્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતરી ચૂકી છે. AIMIM દ્વારા વધુ 3 ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે. જેમાં વધુ એક હિન્દુ ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા છે.
AIMIM એ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ ત્રણ ઉમેદવારની જાહેરાત કરી છે. AIMIMએ કલ્પેશ સુંઢિયાને વડગામ, અબ્બાસ નોડસોલા સિદ્ધપુર અને જૈનબીબી શેખને અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે.
જીગ્નેશ મેવાની સામે ઉતાર્યા ઉમેદવાર
AIMIMએ અત્યાર સુધી 182 બેઠકમાંથી 14 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાનો કોંગ્રેસને જિગ્નેશ મેવાણી અને ભાજપના મણીભાઇ વાઘેલા તેમજ આમ આદમી પાર્ટીના દલપત ભાટીયા વચ્ચે મુકાબલો છે. કલ્પેશ સુંઢિયા બીજા હિન્દૂ ઉમેદવાર છે જેમણે ઓવૈસીની પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા દાણીલિમડાની અનામત સીટ પર કૌશિકા પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
ADVERTISEMENT
બીજા તબક્કા માટે કાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવ્યા હતા. આવતીકાલ 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT